મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના કાલિકા પ્લોટ શેરી નં.૪ ના નાકે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા એક નોટબુકમાં લખી પૈસાની હારજીતનો નસીબ આધારિત જુગાર રમતા નિરાવભાઈ સુભાષભાઈ મીરાણી રહે.દલવાડી સર્કલ પ્રધાનમંત્રી આવાસ યોજના ક્વાર્ટર બી-૧૨ ૨૦૪ મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના જુગાર માટેનું સાહિત્ય તેમજ રોકડા ૧,૫૦૦/-જપ્ત કરી, આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









