ગાંધીનગર પોલીસ ભવનમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) રૂહી પાયલાએ રાજીનામું આપી દીધું છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોલીસ વિભાગ અને ગુજરાત સરકાર આભાર વ્યક્ત કરી રાજીનામું આપ્યાની જાહેરાત મંગળવારના રોજ કરી હતી.
ગુજરાત સરકારના વધુ IPS અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.ગાંધીનગર પોલીસ ભવનમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) રૂહી પાયલાએ સોશીયલ મીડીયા થતી પોલીસ વિભાગ અને ગુજરાત સરકારનો આભાર માની મંગળવારના રોજ રાજીનામું આપી દીધું છે. પાલનપુરના કાણોદરની રહેવાસી પાયલાને 2017માં GPSC દ્વારા DySP તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્યારે વર્ષ “2017 માં શરૂ થયેલી DySP તરીકેની સફર અહીં પૂરી કરી સ્વેચ્છાએ સેવામાંથી રાજીનામું આપ્યું છે. લોકોના સમર્થન, માર્ગદર્શન અને આશીર્વાદ માટે બધાનો આભાર માન્યો છે. અને વધુમાં લખ્યું છે કે “મારા વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવનાર વિવિધ તકો પ્રદાન કરવા બદલ ગુજરાત સરકાર અને પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર. ત્યારે માત્ર બે મહિનામાં જ રાજ્યના ત્રણ પોલીસ અધિકારીઓએ સરકારને પોતાના રાજીનામા સુપરત કરતા અનેક ચર્ચાઓ પોલીસ બેડામાં ચાલી રહી છે. જેમાં 4 ફેબ્રુઆરીના રોજ, અભય ચુડાસમાએ રાજ્યના પોલીસ વડાને તેમની નિવૃત્તિ પહેલા પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે અને હાલમાં એડિશનલ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેવી જ રીતે, 6 જાન્યુઆરીના રોજ, જૂનાગઢના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ અણધારી રીતે તેમના પદ પરથી રાજીનામું આપી દેતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. હર્ષદ મહેતાએ જણાવ્યું કે તેઓ 50 વર્ષના થયા પછી રાજીનામું આપવાની યોજના બનાવી હતી. કારણ કે તેઓ તેમના પરિવાર સાથે સમય પસાર કરવા અને આધ્યાત્મિક જીવન જીવવા માંગે છે. માત્ર બે મહિનામાં જ ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ મહત્ત્વના હોદ્દા પરથી રાજીનામું આપી દેતાં પોલીસ દળમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, અધિકારીઓએ તેમના રાજીનામા પાછળનું કોઈ નક્કર કારણ જાહેર કર્યું નથી.