Friday, January 10, 2025
HomeGujaratરામદેવ પીર જન્મોત્સવ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩મા જન્મદિવસે હળવદ ખાતે સ્વૈચ્છિક...

રામદેવ પીર જન્મોત્સવ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૩મા જન્મદિવસે હળવદ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં ૧૦૨ બ્લડ ની બોટલ એકત્ર થઇ

હળવદ મધ્યે આવેલ રામદેવપીર વાડી ખાતે આઇ શ્રી ખોડીયાર રામદેવ રામામંડળ ગોરી દરવાજા અને યુવા ભાજપ – બજરંગદળ – પાટિયા ગ્રુપ અને ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે રામદેવપીર જન્મોત્સવ અને દેશ ના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ ના દાતા તરીકે સ્વ. પુનર્વસુભાઈ એચ. રાવલ ના પરિવારજનો રહ્યા હતા આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં હળવદ ના તમામ સમાજ અને તમામ વર્ગ ના લોકો સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં બંને પગ ની ખોટ છે તેવા દિવ્યાંગ જયેશભાઈ રંગાડીયા એ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું જે આજ ના યુવાનો માટે પ્રેરણારૂપ કહી શકાય કે પોતે દિવ્યાંગ હોવા છતાં બીજા ની જિંદગી બચાવવા માટે પોતે રક્તદાન કરેલ છે સાથે મોટી સંખ્યા માં બહેનો એ પણ રક્તદાન કર્યું હતું આમ યુવાનો વડીલો માતાઓ બહેનો એ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી અને આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો આ કેમ્પ માં જે બ્લડ એકત્ર થયેલ છે તે સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ બ્લડ બેંક ખાતે લોહી ની જરૂર છે તેવા દર્દી નારાયણ ના ઉપયોગ માં લેવામાં આવશે આ રક્તદાન કેમ્પ માં સામાજિક રાજકીય અને ધાર્મિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પ ને સફળ બનાવવા આઇ શ્રી ખોડિયાર રામદેવ રામ મંડળ અને યુવા ભાજપ – બજરંગદળ – પાટિયા ગ્રુપ એવમ ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ ના સેવાભાવી કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!