Thursday, January 9, 2025
HomeGujarat૬૪-હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર ચુંટણી પહેલાં કોંગ્રેસમાં કકળાટ:૨૦૦ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

૬૪-હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર ચુંટણી પહેલાં કોંગ્રેસમાં કકળાટ:૨૦૦ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

મોરબી જિલ્લા પુવૅ કારોબારી સમિતિના ચેરમેન સહિત બે નગરપાલિકા સદસ્યોઓ સહીત માલધારી સેલના પ્રમુખ સહિતના ૨૦૦ થી વધુ કાર્યકરો એ કર્યો કેસરીયો

- Advertisement -
- Advertisement -

હળવદ ધ્રાંગધ્રા ૬૪ વિધાનસભાની બેઠક પર ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કમઠાણ જોવા મળ્યું છે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને બે નગરપાલિકા સદસ્ય માલધારી સેલના પ્રમુખ સહિતના ૨૦૦થી વધુ કાર્યકરો હળવદ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ના માર્ગદર્શન નીચે ભાજપમાં ૨૦૦ થી વધુ હોદ્દેદારો કાયૅકરો સાથે કેસરીયો ધારણ કર્યો હતો.

કોંગ્રેસના પુર્વ કારોબારી સમિતિના ચેરમેન હેમાંગભાઈ રાવલ ને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવડિયા અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી એ ખેસ પહેરાવ્યો આવકારીયા હતા, આ તકે મોરબી જિલ્લા પંચાયતના પુર્વ કારોબારી સમિતિના ચેરમેન હેમાંગ રાવલ,નગરપાલિકાના સદસ્ય વાસુદેવ પટેલ અને દેવાભાઈ ભરવાડ અને માલધારી સેલના વેલાભાઈ ભરવાડ સહિતના ૨૦૦ થી વધુ કયૅકરો ભાજપમાં જોડાયા હતા. હેમાંગભાઈ રાવલ એ કોંગ્રેસમાથી ધારાસભ્ય માટે સેન્સ પ્રક્રિયામા ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવડિયા હળવદ પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ, તાલુકો ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોઝિયા, રજનીભાઈ સંઘાણી, અગ્રણી બિલ્ડર દીપકભાઈ જોશી, વલ્લભભાઈ પટેલ યુવા ઉદ્યોગપતિ નીતિનભાઈ પટેલ, જીગર મહેતા,બીપીનભાઈ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!