ટંકારા સિવીલ કોર્ટ ખાતે ન્યાયાધીશ હસ્તે ધ્વજવંદન કરી ૭૭માં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી. બાર એસોના હોદેદારો સભ્યો વકીલબંધુ સાથે બાળ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
ટંકારા સિવીલ કોર્ટ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી કોર્ટ પરિસરને તિરંગા થિમ સાથે શણગાર કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલ જજ એસ જી શેખ ના હસ્તે ખુલ્લા ગગન નિચે દેશની આન બાન અને શાન તિરંગો લહેરાવ્યો હતો અને સલામી આપી હતી. આ તકે ટંકારા કોર્ટ સ્ટાફગણ બાર એસોના હોદેદારો તાલુકાના વકીલો અને શાળના ભુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.