Thursday, January 23, 2025
HomeGujaratકૂડાથી મોરબી આવતા જાનૈયાઓને હળવદ નજીક નડયો અકસ્માત : ૮ ઈજાગ્રસ્ત

કૂડાથી મોરબી આવતા જાનૈયાઓને હળવદ નજીક નડયો અકસ્માત : ૮ ઈજાગ્રસ્ત

ઈકો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ : ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલે ખસેડાયા

- Advertisement -
- Advertisement -

આજરોજ ૧૧ વાગ્યાના અરસામાં ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર નજીક હાઈવે પર ઈકો કારના પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં સવાર આઠ જેટલા જાનૈયાઓને નાની – મોટી ઈજાઓ પહોંચવા પામી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસનભાઈ ઈબ્રાહીમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં અમદાવાદ કચ્છ હાઈવે પર ઈકો કારનું પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉપરોકત ચારેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જયારે ચાર – પાંચ વ્યકિતઓને નાની – મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ૧૦૮ની ટીમને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!