Tuesday, December 24, 2024
HomeGujarat૯ મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’:ટંકારા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ

૯ મી ઓગસ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’:ટંકારા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ

ભારતમાતાની ભૂમી ખરેખર વીર સપુતોની ભુમી છે. અંગ્રેજોની ગુલામીમાંથી આપણી માતૃભૂમી મિને આઝાદી આપવામાં કોઈપણ સમાજ પાછળ રહી ગયો નથી. દરેક સમાજે ખંભે ખંભો મેળવીને આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાનું જ એક નામ છે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક ‘બિરસામુંડા’.

- Advertisement -
- Advertisement -

આજે ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. આ દિવસ આદિવાસીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે ઉજવવામાં આવે છે. આપણે જો આપણા દેશના ઈતિહાસમાં નજર નાંખીએ તો જોવા મળશે કે ઘણા આદિવાસીઓએ સમયે સમયે દેશ પ્રત્યેની પોતાની વફાદારી દેખાડી પોતાની ભારતભૂમીના સપુત તરીકેની ઓળખાણ અપાવી છે. જેમાના એક છે જન નાયક બિરસામુંડા. તેમણે આદિવાસીના હક માટે અંગ્રેજો સામે લડત ચલાવી હતી. ઉપરાંત અંગ્રેજોના જુલ્મો સામે લડ્યા હતા.

આજે મોરબી જિલ્લાના ટંકારા ગામે વીર બિરસામુંડાની યાદમાં એક રેલી કાઢીને આદિવાસી દિવસની ધુમ ધામથી ઉજવણી કરી હતી. જેમાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા આ રેલીમાં જોડાઈને પોતાના સમાજના હક માટે લડનાર એ વીર બિરસામુંડાને યાદ કરીને તેને નમન કર્યા હતા. રેલીમાં નાના બાળકોના હાથમાં ધનુષ બાણ જોઈને વીર એકલવ્યની યાદ અપાવી જાય છે. ખરેખર ભારતભૂમી આવા શુરવીરોથી ધન્ય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!