ટંકારામાં આજે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને સાવડી, સરાયા, નેસડા, જબલપુર અને સજનપર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો સાથે મસમોટા કરાનો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
ટંકારા પંથકમાં ગાજવીજ સાથે ખબકેલા કમોસમી વરસાદથી લોકોમાં રીતસર ભાગદોડ મચી ગઇ હતી અને મોટા મોટા કરા પડતા હોય લોકોના માથા રંગાઈ ગયા હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.