Saturday, November 23, 2024
HomeGujaratટંકારાના કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે આર્ય વિદ્યાલયમની અનેરી સેવા

ટંકારાના કોરોનાના ક્રિટિકલ દર્દીઓ માટે આર્ય વિદ્યાલયમની અનેરી સેવા

ઓક્સિજન સિલિન્ડર સાથેની વેન સતત દોડતી : દર્દીના પરિજનોને વૃક્ષારોપણના શપથ લેવડાવાયા

- Advertisement -
- Advertisement -

ટંકારા : ટંકારા તાલુકાના ક્રિટિકલ કોરોના દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં છેલ્લા અગિયાર દિવસથી આર્ય વિદ્યાલયમ દ્વારા અવિરત ઓક્સિજન સિલિન્ડર સાથેની ગાડી વિના મૂલ્યે દોડાવી 80થી વધુ દર્દીને સમયસર સારવાર માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે સાથો સાથ દર્દીના પરિવારજનો પાસે વુક્ષારોપણ કરવાના શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે.

વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર વચ્ચે ટંકારાને નોધારૂ મુકી મુક પ્રેક્ષક બની તમાશો નિહાળતા કહેવાતા નેતા આગેવાનો ગુમ થયા છે ત્યારે તાલુકાના દર્દી દરબદરની ઠોકરો ખાતા જામનગર મોરબી રાજકોટ સ્નેહીજનને સારવાર કરાવવા લઈ જાય છે, હોસ્પિટલ બહાર લાબી લાઈન હોય ઓક્સિજન સહિતની તાત્કાલિક જરૂર હોય એવા સમયે છેલ્લા અગિયાર દિવસથી આર્ય વિદ્યાલયમ્ ટંકારા દ્વારા ઈમર્જન્સી દર્દીઓને પ્રાણવાયુ પૂરો પાડવા સેવાયજ્ઞ ચાલુ કર્યો છે અને ક્રિટિકલ કેસોને ચાલુ ઓક્સિજને વધુ સારવાર માટે દવાખાને ખસેડયા સુધી ઓક્સિજન બાટલા સહિતની વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. સાથે પર્યાવરણને વધુ સ્વરછ બનાવવા લાભાર્થીના પરીવારના જેટલા સભ્યો હોય એટલા વુક્ષો વાવેતર કરી એનુ જતન કરાવવા માટે સપથ પણ લેવડાવી રહ્યા છે.

ઓક્સિજન બોટલ માત્ર ઈમર્જન્સી સેવા માટે હોય 10 કલાક માટે આપવામાં આવે છે આજદિન સુધીમાં સંસ્થા દ્વારા 80થી વધુ દર્દીઓને સારવાર માટે ઓક્સિજન બોટલો આપી મદદ કરી ચુક્યા છે. સંજીવની સમો ઓક્સિજન આપવા ભરાવવા માટે પણ યુવાટીમ અથાગ મહેનત કરી રહી છે. આર્થિક સહયોગ સંસ્થાના પ્રમુખ માવજીભાઈ દલસાણીયા ઉપરાંત તાલુકાના અન્ય દાતાઓ ઉપરાંત તાલુકાનુ ગૌરવ સમા બાલાજી ગ્રુપના જગદીશભાઈ પનારા સહિતના મદદે આવ્યા છે અને તાલુકાની પ્રજા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ સેવા માટે સંસ્થાના મેહુલ કોરીંગા મો નં 9512400037 વિશાલ કોરીંગા 9512400038 ઉપર સંપર્ક કરી શકાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!