રાજકોટ રેન્જ પેરોલ ફર્લો સ્કોડની ટીમે જેલમાં રહેલા કાચા કામના કેદી જાન્યુઆરી ૨૦૨૦ માં ફરાર થયો હતો જેમાં રાજકોટ રેન્જ પેરોલ ફર્લો સ્કોડની ટીમે મોરબીથી પકડી પાડ્યો હતો એટલુંજ નહિ આરોપી અનેક ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે
ત્યારે પ્ર.નગર પોલીસમથકના અપહરણ અને ખંડણીના ગુનામાં નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે
મળતી વિગત મુજબ રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુન્હામાં જેમાં રહેલો કાચા કામનો આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા જુણેજા તા. ૨૧-૦૧ થી સાત દિવસના વચગાળાના જામીન મેળવી પેરોલ પર મુક્ત થયો હતો અને આરોપી શાહરુખ ગત તા. ૨૯-૦૧-૨૦ ના રોજ બપોરે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનો કોર્ટનો હુકમ હોવા છતાં હત્યાનો આરોપી શાહરૂખ ઉર્ફે રાજા અલ્લારખા ઉર્ફે બાબુ જુણેજા રહે રાજકોટ ભરીસ્તીવાડ જામનગર રોડ વાળો હાજર ન થતાં રાજકોટ રેન્જ પેરોલ ફર્લો સ્કોડની ટીમને નાસતો ફરતો આરોપી મોરબી કાલિકા પ્લોટ નજીક આવેલા નર્મદા હોલ પાસે હોવાની ખાનગી માહીતી મળતા આરોપી શાહરૂખને એ ડીવીઝન ડી સ્ટાફની ટીમને સાથે રાખીને પકડી પાડવામાં આવ્યો છે આરોપી રાજકોટ પ્ર. નગર પોલીસમથકમાં અપહરણ અને ખંડણી ના ગુનામાં પણ નાસતો ફરતો આવ્યો હોવાનુ પોલીસ તપાસમાં ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.