વાવાઝોડાની આગાહીને લઈ હળવદ શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રસાશન દ્વારા સાવચેત રહેવા લોકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે આજે હળવદ તાલુકાના ટીકર રણની ઠસી વગેરે વિસ્તારમાં અંદાજીત ૩૦૦ શ્રમીકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
વાવાઝોડાની આગાહીને લઈ વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. વાવાઝોડા વખતે કોઈ અનિચ્છનીય ઘટના બને તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ માટે તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, નગરપાલિકા કંટ્રોલ રૂમ, જીઈબી કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ, ફોરેસ્ટ કંટ્રોલ રૂમ, સિંચાઈ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યાં છે. આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, હળવદ મામલતદાર એચ.કે.આચાર્ય, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ, પી.એસ.આઈ રાધિકા રામાનુજ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલ, સહીતના લોકો ઉપસ્થિત રહી શ્રમિકોનું સ્થળાંતર કરાવ્યું હતું.