હળવદ સરકારી હોસ્પીટલમાં વેગડવાવ ગામના રહેવાસી કંચનબેન રાઘવજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૬૨) નામનાં વૃદ્ધાને ૨૧ એપ્રિલના રોજ કોરોના પોઝીટીવ હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા જેનો સીટી સ્કોર ૨૫/૨૫ હતો અને ઓક્સીજન લેવલ ૪૦ આવતું હતું જેના જીવવાની શક્યતા બહુ ઓછી હોય ડોક્ટરોએ પણ આશા છોડી હતી આમ છતાં ડોક્ટરોની ટીમે અથાગ પ્રયત્ન કરીને ઉત્તમ સારવાર આપી હતી ઈશ્વર કૃપા અને ડોક્ટર કૌશલના સ્ટાફની મહેનતથી વૃદ્ધાએ લગભગ ૬૮ દિવસની સારવાર બાદ સ્વસ્થ થઈને કોરોનાને મ્હાત આપી હતી. ત્યારે સ્વસ્થ થયેલ વૃદ્ધા અને તેના પરિવારે ડોક્ટર અને તેની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.