હળવદ પોલીસે બાતમીનાં આધારે રહેણાંક મકાનમાં દરોડો કરી ૮ ઈસમોને કુલ રોકડા રૂપીયા ૧૧,૩૮૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાની સૂચના અને ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં પ્રોહી જુગાર જેવી પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે પીઆઈ પી.એ.દેકાવાડીયાએ આયોજન કરી પ્રોહી/જુગારની કામગીરી કરવા માણસોને સુચના કરી હોય જે અનુસંધાને આજરોજ પો. હેડ કોન્સ જી.પી.ટાપરીયા તથા પોલીસ કોન્સ. મુમાભાઇ ગોવિંદભાઇ, યોગેશદાન કીશોરદાન ગઢવી, જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ રાજુભાઇ રાઠોડ એ રીતેના બધા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમીના આધારે હળવદ નવી જોગડ ગામે અક્ષયભાઇ ભરતભાઇ મજીઠીયા કોળી (રહે.નવી જોગડ તા.હળવદ જી.મોરબી) વાળાના રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેઈડ કરતા આ જગ્યાએથી કુલ આંઠ ઇશમો અક્ષયભાઇ ભરતભાઇ મજેઠીયા (ઉ.વ.ર૧ ધંધો મજૂરી રહે,નવી જોગડ તા.હળવદ જી.મોરબી), પરબતભાઇ નાનજીભાઇ ઢવાણીયા (ઉ.વ.૨૮ ધંધો મજૂરી રહે,ગામ નવી જોગડ તા.હળવદ, જી.મોરબી, પ્રહલાદભાઇ માવજીભાઇ સુરેલા (ઉ.વ.૪૫. ધંધો-મજૂરી રહે,ગામ નવી જોગડ તા.હળવદ .મોરબી), બાબુભાઇ ચતુરભાઇ ઉર્ફે ચંદુભાઇ લોદરીયા (ઉ.વ.પર ધંધો-મજૂરી રહેગામ નવી જોગડ તા.હળવદ જી.મોરબી), પ્રહલાદભાઈ નાનજીભાઇ વાણીયા (ઉ.વ.૩૨ ધંધો-મજૂરી રહે,ગામ નવી જોગડ તા.હળવદ જી.મોરબી), મુકેશભાઇ જાદવજીભાઇ ઉર્ફે જાદુભાઇ ફુલતરીયા (ઉ.વ.૩૫ ધંધો-મજૂરી રહે.ગામ કીડી તા હળવદ જી.મોરબી), દીનેશભાઇ માવજીભાઇ સુરેલા (ઉ.વ.૪ર ધંધો-મંજૂરી રહે,ગામ નવી જોગડ તા.હળવદ જી.મોરબી), સંદીપભાઇ રામજીભાઇ સીણોજીયા (ઉ.વ.૨૭ ધંધો-મજૂરી રહે,ગામ રણછોડગઢ તા.હળવદ જી.મોરબી) વાળાઓને ગંજીપત્તાના પાના વતી તીન પતીના હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ ૧૧,૩૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.