હળવદથી રાજકોટ ડાયરેક્ટર સહીતના અન્ય રૂટો બંધ થતાં મુસાફરોને ખાનગી વાહનોમાં જીવનના જોખમે કરવી પડતી મુસાફરી
કોરોના મહામારી વચ્ચે એસ.ટી.તંત્ર દ્વારા એસટી રુટ તો બંધ કરી દેવામાં આવ્યા હતા હવે કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપ્યા બાદ એસ.ટી.તંત્ર દ્વારા એસટી સુવિધા શરૂ કરવામાં આવી છે ત્યારે હળવદ થી ડાયરેક્ટર રાજકોટ, અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને ઉપયોગી એવી એસટી સુવિધા હજી સુધી પુન: રાબેતા મુજબ ચાલુ નહીં કરવામાં આવતા નાછૂટકે લોકોને પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે ઉપયોગ કરવો પડે છે.
હળવદ થી રાજકોટ તરફ જવાની ડાયરેક્ટ બસ ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદ થી રાજકોટ તરફ જતી વર્ષો જૂનો એસટી રૂટ પુન: ચાલુ કરવા લોકમાંગ ઉઠવા પામી છે. પુરતી એસટી સુવિધા ન હોવાથી અનેક લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડે છે, લોકોને નાછૂટકે ખાનગી વાહનોમાં જવું પડે છે, તો એસ.ટી.તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બંધ એસટી રૂટો ચાલુ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.