Saturday, November 23, 2024
HomeNewsMorbiગુજરાતનું ઘરેણું ગુજરાત ATS ના વડા ડીઆઈજી હિમાંશુ શુક્લા : અનેક સફળ...

ગુજરાતનું ઘરેણું ગુજરાત ATS ના વડા ડીઆઈજી હિમાંશુ શુક્લા : અનેક સફળ ઓપરેશન પાર પાડનારા કરનારા IPS હિમાંશુ શુક્લા ગુનેગારો માટે ગણાય છે કિંગ કોબ્રા..

મોરબી મિરરના વિશેષ અહેવાલ પોઝિટિવ મીરરમાં આજે આપણે એક એવા IPS અધિકારી ની વાત કરવા જઈ રહ્યા છીએ જે ગુજરાત ની આન બાન અને શાન તેમજ ઘરેણું પણ કહેવામાં આવે તો કોઈ શંકાને સ્થાન નથી આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત ATS ના ચીફ ડીઆઈજી હિમાંશુ શુકલાની જેઓએ પોતાની આગવી સૂઝબૂઝથી ઇન્ટરનેશનલ ક્રિમિનલ જગતને પણ હચમચાવી નાખ્યું છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં જ ગોરધન ઝડફીયા ના હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવતા અને આખી ચેનલને પકડી મહારાષ્ટ્ર સુધી સંડોવાયેલા માફિયા છોટા શકીલ ગેંગના આરોપીઓને ભો ભીતર કરવાની ઘટનાએ ફરી એક વખત ગુજરાતના IPS હિમાંશુ શુક્લા ને ચર્ચામાં લાવ્યા છે ગુજરાત ATS ના ડીઆઈજી હિમાંશુ શુક્લાની ભૂમિકા ફરી ધ્યાનમાં લેવી પડે એવી ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે એટલુ જ નહીં ગુજરાતમાંથી ISIS ના કથિત કાર્યકર્તાને પકડવા સમયે પણ ગુજરાત ATS ના ડીઆઈજી IPS હિમાંશુ શુક્લાની પ્રસંશનિય કામગીરી એ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું

IIT ખડગપુરથી B.TEC ની ડિગ્રી મેળવનાર હિમાંશુ શુક્લાએ UPSC માં 54 મો રેન્ક મેળવ્યો હતો અને તે IAS અધિકારી બની શક્તા હતા પરંતુ તેણે IPS બનવાનું પસંદ કર્યું હતું અને વર્ષ 2005 માં તેઓ IPS તરીકે પસંદગી પામ્યા હતા.
ઘણા વર્ષોથી IPS બન્યા બાદ હિમાંશુ શુક્લાએ ભૂમિ અને દરિયામાં પૂર્વ આતંકવાદની કાર્યવાહીમાં મદદ કરી છે અને જે ગુજરાત ATS માટે એક બળ હોવાનું મનાય છે.

બહુ ઓછા લોકો જાણે છે કે IPS બહિમાંશુ શુક્લાએ ASP વડોદરા ગ્રામીણ તરીકે ફરજ બજાવતી વખતે એક કુખ્યાત ગુનેગારની ગેંગમાં યુપીમાં પ્રવેશ કર્યો હતો અને તેની ધરપકડ દરમિયાન હિમાંશુ શુક્લાની પિસ્તોલ જામ થઈ ગઈ હતી અને ગુનેગારે તેને ગોળી મારી હતી જેના લીધે હિમાંશુ શુકલાને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને બંને ઑપરેશન સફળ રહ્યા હગ જેમાં આરોપીઓ ને પકડવા ના આ સફળ ઓપરેશન માટે IPS હિમાંશુ શુકલાને પોલીસ શૌર્યનો એવોર્ડ મળ્યો હતો જેમાં ASP વડોદરા બાદ હિમાંશુ શુક્લા સાબરકાંઠામાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી. જ્યાં તેઓને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના મહત્વની તપાસ પર કામ કરવાની તક મળી જેને તેઓ ઈચ્છતા હતા હિમાંશુ શુક્લા હરહમેંશા અઘરું અને કડક કામના આગ્રહી હતા અને તેઓને તેની પસંદગીનું જ કામ મળી ગયું જેમાં રાત્રી રાત્રી જાગી તેઓને સફળતા મળી જ્યાંથી હિમાંશુ શુકલા એક બ્રાન્ડ બની ગયા અને ત્વરિત પ્રસિદ્ધિ મેળવનારા પ્રથમ IPS બની ગયા હતા જો કે આ વાતથી તેઓ અજાણ હતા કેમ કે તેઓ હરહમેંશા તપાસના ગર્ભગૃહ માં જ બેસીને રહેતા જે તેઓની ખાસિયત છે

હાલના ગુજરાત DGP અને સર્વશ્રેષ્ઠ IPS ની ડાયરીમાં ગણવામાં આવતા આશિષ ભાટિયા અને અભય ચુડાસમા જેવા વરિષ્ઠ અધિકારીઓ હેઠળ IPS હિમાંશુ શુક્લાએ તનતોડ મહેનત કરી હતી આ દરમ્યાન IPS હિમાંશુ શુક્લાએ ૨૬ જુલાઈ, ૨૦૦૮ ના રોજ અમદાવાદમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓની ધરપકડ કરવામાં મહત્વની ભૂમિકા બજાવી હતી.
જેમાં ક્રાઈમ બ્રાંચમાં પાંચ વર્ષ સુધી સેવા આપ્યા બાદ હિમાંશુ શુક્લા એસ.પી., સ્પેશ્યલ ઓપરેશન્સ, ગુજરાત એ.ટી.એસ.એસપી તરીકે જોડાયા બાદ તેઓએ એક પછી એક કબીલેદાદ કામગીરી કરી ચર્ચામાં રહ્યા છે બાદમાં ATS ડીઆઈજી જે કે ભટ્ટ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં થોડા સમય ATS ઇન્સ રહ્યા બાદ વર્ષ ૨૦૧૯ ફેબ્રુઆરીમાં હિમાંશુ શુક્લાને તેને લાયક કહેવાય તેવા ATS ના ડીઆઈજી તરીકે નિમણૂક અપાવામાં આવી હતી અને એ બાદ પણ તેઓએ એક પછી એક અનેક કુખ્યાત આરોપીઓને પકડી પાડ્યા છે નિર્ભય અને તીવ્ર સમજશક્તિ ધરાવતા હિમાંશુ બશુક્લાએ એક બાદ એક ઉચ્ચ પ્રોફાઇલ કેસની જવાબદારી સંભાળી છે અને નિષ્ઠાપુર્વક પૂર્ણ કરી છે જેનાથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યારે ગુજરાત સરકારને જ્યારે રામબાણ ઈલાજ ની જરૂર પડે ત્યારે તે હિમાંશુ શુક્લાને જ પસંદ કરે છે અને વિશ્વાસ સાથે જવાબદારી સોંપે છે જેમાં જયંતિ ભાનુશાળી હત્યાકાંડ,યુપી માં વીએચપી આગેવાન કમલેશ તિવારી ના હત્યાકાડના આરોપીઓ,કચ્છમાં થતી ડ્રગ્સ અને હેરોઇન ની હેરાફેરી ,સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે જોડાયેલું ચકચારી ગેરકાયદેસર હથીયારોનું કૌભાંડ,ગાંધીનગર સિરિયલ કિલર ધરપકડ, ભરૂચના ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીઓ,મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપીઓ,બેંગલોરમાં થયેલ આંતકવાદી હુમલામાં સંડોવાયેલા આરોપીઓ, કોલકાતામાં થયેલ હુમલાના આરોપીઓ અને સુરતમાંથી ISISના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો ત્યારે તાજેતરમાં જ ગોરધન ઝડફીયાની હત્યા નું કવતરું કરનારા લોકોને પોતાના ઇરાદાઓ પાર પાડે એ પહેલાં જ જીવન જોખમે ધરપકડ કરી હતી એટલું જ નહિ ડીઆઈજી હિમાંશુ શુક્લ શિસ્ત બદ્ધ જીવન જીવનારા છે અને તેઓ રાત્રીના સમયે જ કામ કરવાનું વધુ પસંદ કરે છે અને તેના લીધે જ તેઓ આજે તમામ રીતે સફળતાનાં શિખરો પાર કરી ચુક્યા છે IPS બન્યા બાદ હિમાંશુ શુક્લા એ પાછું વળીને નથી જોયું બસ પોતાના વતન દેશ ની સુરક્ષામાં જ પોતાનું બલિદાન આપવા હરહમેંશા તૈયાર રહ્યા છે તેઓ ચેસના ટેબલ ટેનિસના મોટા ખેલાડી છે અને તેઓને આદુ નું જયુઝ પણ અતિ પ્રિય છે આજના તમામ યુવાઓ ગુજરાત ATSના ડીઆઈજી હિમાશું શુક્લા ને જોઈને એક નવા જીવનની શરુઆત કરી શકે અને પ્રેરણા લઈ શકે એવા વ્યક્તિતવ માટે જાણીતા છે આવા અધિકારીઓ ગુજરાતમાં છે જે જે ગુજરાત પોલીસ માટે અને ગુજરાત ની જનતા માટે ગર્વની વાત છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!