સરકારી હોસ્પિટલમાં એમએસ, એમડી, ગાયનેક, બાળ રોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક, સહિતના ડોક્ટરોની જગ્યા ખાલી હોય લોકોને ભારે પરેશાની વેઠવી પડે છે
હળવદની સરકારી હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી મરણ પથારીએ પડી હોય તેવું લાગી રહ્યું છે તેને સુવિધા રૂપી બાટલાની જરૂર હોય તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. હળવદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ડૉક્ટરોની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા શહેરીજનોની લોક માગણી ઉઠવા પામી છે. રાજ્યનાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. હળવદ ની સરકારી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડૉક્ટર, તથા બાળકોના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર, ગાયેનેક, એમ.એસ, એમ.ડી ડોક્ટરોની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી પડી છે. જેને કારણે લોકોને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં અથવા સારવાર અર્થે બહાર જવું પડે છે. ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી પડી હોય જેના કારણે ના છૂટકે ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં કે સારવાર માટે બહાર દોડવું પડે છે. ત્યારે રાજ્ય સરકાર આ સમસ્યાને ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય કરવા અને ડૉક્ટરોની ખાલી જગ્યાઓ ભરવા હળવદ શહેરીજનો ની માંગ ઉઠવા પામી છે. હળવદ શહેરના રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ આગેવાનો,અંગત રસ લઈને હળવદ સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ખાલી પડેલી ડોક્ટરની જગ્યા એ ભરતી કરાવે તેવી લોકમાંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.