હળવદ ના જરૂરિયાત મંદ પરિવારો ની વહારે આ યુવાનો હરહંમેશ તૈયાર હોય છે – ભક્તિનંદન સ્વામી
વેદોમા ઉલ્લેખ નથી તેવો સેવાયજ્ઞ આ ગ્રુપ કરી રહ્યું છે – દિપકદાસ મહારાજ
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરીને આ પ્રોજેક્ટ ને ખુલ્લો મુકવામાં આવ્યો. આ આયોજન હળવદની જાહેર જનતા કે જેઓને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તેનો ખ્યાલ ન હોય અને જ્યારે લોકોને ઈમરજન્સી માં બ્લડની જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે તેવા હેતુથી લોકો માટે આ વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ આયોજન હળવદની શ્રીજી લેબોરેટરી ના કર્મચારીઓના સહિયારા સહયોગથી દાતા વિશાલ નરેન્દ્રભાઇ ત્રિવેદી ચરાડવાના સહકારથી કરવામાં આવ્યું હતું , 280 જેટલા લાભાર્થીઓએ આ પ્રોજેક્ટ નો લાભ લીધો હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળા ના મહંત ભક્તિનંદન સ્વામી તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક દાસ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. હળવદના ઇતિહાસમાં આ પ્રથમ વખત પ્રોજેક્ટ કરવામાં આવ્યો હશે. આવેલ તમામ મહેમાનોનું સાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું.
વધુમાં ગ્રુપના પ્રમુખ અજુભાઈ જણાવ્યું હતું કે વધૂ માં વધુ લોકોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને હળવદમાં અમે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું ,સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી આશીર્વચન આપ્યા હળવદના આ યુવાનો જે સેવા કાર્ય કર્યા છે તેને તે વંદન કર્યા તેમજ આ યુવાનો જરૂરીયાત મંદ પરિવારને ની વચ્ચે હરહંમેશ હાજર જ હોય છે એવું પણ જણાવ્યું હતું તેમજ લક્ષ્મી નારાયણ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પોતાનાં આશિર્વચન માં વેદોમાં પણ જે યજ્ઞ નો ઉલ્લેખ નથી તેવા સેવાયજ્ઞ આ ગ્રુપ કરે છે તેવું જણાવ્યું હતું લોકોનો પ્રવાહ વધતા પ્રોજેક્ટ સાંજ સુધી લંબાવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપ તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.