જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરા દ્વારા ટંકારા બાદ મોરબી શહેરમાં કર્યું નાઈટ પેટ્રોલીંગ : પીઆઈ પીએસઆઇ સહિતની ટીમોની કડક ચેકિંગ દરમ્યાન અનેક વાહનચાલકો દંડાયા
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ બેફામ બની છે ત્યારે મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ આર ઓડેદરા દ્વારા આજે ટંકારાની મોડી રાત્રીના ઓચિંતી મુલાકાત લીધી હતી જેમાં ટંકારા લતીપર,ઉગમણાં નાકા સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું અને બહારના જીલ્લામાં થી આવતા અને મોડી રાત્રીના નીકળતા સંદિગ્ધ લોકોની તપાસ હાથ ધરી હતી તો બીજી બાજુ મોરબી જીલ્લામાં પણ જડબેસલાક ચેકિંગ જુદી જુદી ટિમો બનાવી હાથ ધરવામાં આવી હતી
જેમાં મોરબીના ઉમિયા સર્કલ,ભક્તિનગર સર્કલ,દલવાડી સર્કલ,નવા બસ સ્ટેન્ડ, સહિતના વિસ્તારોમાં અને ખાસ કરી બહારથી આવતા જતા મેઈન રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગની કામગીરીમાં મોરબી એસપી એસ આર ઓડેદરા, એસઓજી પીઆઈ જે.એમ.આલ,પીએસઆઇ વી.આર.શુકલ સહિતના અધિકરીઓની ટીમ અને એડીવીઝન તેમજ એસઓજી ટીમના પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાને છેલ્લા કેટલાક દિવસોથી ટાર્ગેટ બનાવતી ગેંગ રાત્રીના એક વાગ્યા પછી જ સક્રીય થાય છે ત્યારે એ ગેંગને પકડવા તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં લોકોને રોકવા મોરબી એસપી દ્વારા ખાસ ચેકીંગ ડ્રાંઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી રાત્રીના બે વાગ્યા સુધીમાં જ મોરબી એસપી અને પીઆઈ ની ટિમો દ્વારા આ સઘન ચેકીંગ દરમ્યાન 15 જેટલા વાહનો ડિટેન તેમજ વાહન ચાલકોને દંડ કરતા 30 હજારથી વધુનો રોકડ દંડ પણ કર્યો હતો જો કે આ કામગીરી આ ટિમો દ્વારા હજુ પણ અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે