ગ્રુપના આર્થિક સહયોગથી આજરોજ હળવદની શેરીઓમાં સરળતાથી જઈ શકે તેવા મીની વૈકુંઠ રથનું પણ લોકાર્પણ કરવામાં આવશે
હળવદ : પરમ પવિત્ર સંત સતી અને સુરાની દિવ્ય ભૂમિ હળવદ છોટાકાશીથી પ્રખ્યાત છે તેમાં ધાર્મિક સામાજિક સેવાકીય પ્રવૃત્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે “પાટિયા ગ્રુપ હળવદ” આ ગ્રુપની સ્થાપના ૧૯૯૩માં થઈ હતી આ ગ્રુપના સભ્યો નાનપણ થી માંડી હાઈસ્કૂલ સુધી સાથે ભણેલા રમેલા મિત્રોનું ગ્રુપ છે હાલમાં આ ગ્રુપના સભ્યો હળવદથી બહારગામ નોકરી ધંધા માટે સ્થળાંતરિત થયા છે પણ માદરે વતન હળવદનો સાદ પડે ત્યારે આર્થિક રીતે સામાજિક રીતે અને શારીરિક રીતે સેવા કરવા હરહંમેશ તત્પર છે ટિફિન સેવા, ફ્રુટ સેવા, અનાજ કરિયાણાની જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ, સ્વૈચ્છીક રકતદાન શિબિર અને અન્ય સેવાકીય પ્રવૃતિઓ માટે પાટિયા ગ્રુપ હરહંમેશ તત્પર રહે છે ત્યારે આજરોજ હળવદ સ્થિત શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાટિયા ગ્રુપ દ્વારા મધ્યમવર્ગીય પરિવાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 15000 નંગ ફુલસકેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ , બીપીનભાઈ દવે, નવલભાઈ શુક્લ, ગૌતમભાઈ પટેલ, દીપકભાઈ ચૌહાણ, મયુરભાઈ મહેતા, સત્યદેવભાઈ સહિત આગ્રણીયો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ ગ્રુપના આર્થિક સહયોગ થકી હળવદની નાની નાની શેરીઓમાં જઈ શકે તેવા વૈકુંઠ રથનો શુભારંભ રોટરી કલબ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ સી. દવેએ કર્યું હતુ આ કાર્યક્રમને સફળ બનાવવા પાટિયા ગ્રુપના સર્વે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી