શિવ ભક્તો ના આત્મ કલ્યાણાર્થે. ગાયનું દૂધ, દહીં, મધ, શેરડીનો રસ, નાળિયેરનું પાણી, ગંગાજળ, કાળા તલ, અક્ષત, બિલ્વપત્ર,કમળ પુષ્પોથી શિવ મહાપુજા કરવામાં આવી
હળવદ ને શિવાલય નો ગઢ માનવામાં આવે છે હળવદ ની ચારે બાજુએ ફરતા શિવાલયો જ આવેલા છે.જ્યારે શિવાલયની વાત આવે ત્યારે હળવદ નું પ્રથમ નામ લેવામાં આવે છે. હળવદ છોટા કાશી તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હળવદ ના લાડવા અને બ્રાહ્મણો જગ વિખ્યાત છે હળવદના શેરીએ મહોલ્લે અનેક નાના મોટા શિવાલયો આવેલા છે. હળવદ એ એક આગવો ઇતિહાસ ધરાવે છે. સ્વર્ગ ની અનુભૂતિ કરાવતુ.કુદરતી અને રમણીય એવું શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તો ના આત્મકલ્યાણ અર્થે શ્રાવણ વદ તેરસ (શિવરાત્રી) ૫/૯/૨૧ ને રવિવારના રાત્રિના દેવાધીદેવ મહાદેવ ની ૧૦૦૮ કમળ પુષ્પ દ્વારા તથા ૧૧ દ્રવ્યોથી મહાદેવ નો મહાઅભિષેક વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. શિવાલય ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઊઠયું હતુ