Wednesday, October 30, 2024
HomeGujaratટંકારા પોલીસે ડ્રિમલેન્ડ રિસોર્ટમાં ચાલતા સ્પા પર કાર્યવાહી કરી : સંચાલક ની...

ટંકારા પોલીસે ડ્રિમલેન્ડ રિસોર્ટમાં ચાલતા સ્પા પર કાર્યવાહી કરી : સંચાલક ની ધરપકડ કરાઈ

ટંકારા પીએસઆઇ ની ટીમે ડ્રિમલેન્ડ હાઉસમાં ચાલતા જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદે ચાલતા સ્પા હાઉસ માં દરોડા પાડ્યા છે અને આ સમયે સ્પા માં એક ઈસમની ધરપકડ કરી અટકાયતી પગલાં ભર્યા હતા.

- Advertisement -
- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ સ્પા મસાજ કેન્દ્ર બંધ રાખવાના હોવા છતાં રાજકોટ મોરબી રોડ પર આવેલ વિરપર નજીક સ્પા મસાજ સેન્ટર ધમધમતી હોય ટંકારા પીએસઆઇ બી ડી પરમાર ની ટીમે ગેરકાયદેસર ચાલતા સ્પાની આડમાં ગોરખધંધા પર દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ટંકારા તાલુકાના વિરપર નજીક આવેલા ડ્રિમલેન્ડ રિસોર્ટમાં સ્પા ચાલુ હોવાથી ટંકારા પોલીસે સ્પા સંચાલક મોહસીનભાઈ સીરાજભાઈ મેમણ ઉ.વ.૨૪, રહે મુળ હિમંતનગર સાબરકાંઠા હાલ. ડ્રીમલેંન્ડ રીસોર્ટ વિરપર તા ટંકારા વાળા વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૧૮૮, મુજબ કાર્યવાહી કરી અટકાયતી પગલાં ભર્યા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે ગલગલિયાં કરાવતા સ્પા સંચાલકો જાણતા હોવા છતાં અજાણ હોવાનો ડોળ કરે છે અને આ એક નહી જીલ્લામાં અનેક જગ્યાએ સ્પા મસાજ આજની તારીખમાં પણ ધમધમી રહ્યો છે ત્યારે ડ્રિમલેન્ડ રિસોર્ટમાંથી આજે સ્પા પકડી પાડતા અન્ય સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!