શનાળા રોડ પર આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક ગાયને હડકવા લાગી ગયો છે જેમાં આ ગાયે ૪૦ લોકોને ઇજાઓ પહોંચાડી છે જો કે આ ગાય હજુ પણ આ વિસ્તારમાં જ ફરી રહી છે જેથી લોકોમાં ભય નો માહોલ છે.
મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય છે ત્યારે લોકોએ પણ ત્રાહિમામ પોકારી ચુક્યા છે ઢોરના લીધે લોકોના જીવ હવે જોખમમાં મુકાઈ ગયા છે જેમાં આજે સવારે શનાળા રોડ પર આવેલા ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા એક માસથી એક સફેદ કલરની ગાયનો ત્રાસ અસહ્ય છે જેમાં રહીશો ત્રાહિમામ પોકારી ચુક્યા છે ત્યારે આજે સવારે નવ વાગ્યાની આસપાસ એક સફેદ કલરની ગાય હાઉસિંગ બોર્ડમાં અચાનક જ ચાર લોકોને હડફેટે લીધા હતા જેના લીધે તેઓને ગંભીર ઇજાઓ થઈ છે ન્યુ હાઉસિંગ બોર્ડમાં રહેતા બાબુભાઈ સુરણી નામના ૭૦ વર્ષના વૃદ્ધને ગાયે હડફેટે લીધા હતાં જેથી તેઓને હાથ અને માથામાં ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એ જ અરસામાં બે મહિલા અને એક પુરુષને પણ હડફેટે લીધા હતા ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસી કનુભાઈ ના જણાવ્યા અનુસાર આ ગાયે છેલ્લા એક માંસથી ગુજરાત હાઉસીંગ બોર્ડમાં કોહરામ મચાવી રહી છે અને જુદા જુદા મહિલાઓ બાળકો વૃધો ને મળી કુલ ૪૦ જેટલા લોકોને ઇજાગ્રસ્ત કરી ચુકી છે ગાયને પૂજનીય માનવામાં આવે છે માટે મહિલાઓ તેની પૂજા કરે છે પરંતુ મોરબીમાં ગાયને હડકવા લાગી જતા આ ગાય હાલ હાઉસીંગ બોર્ડના લોકો માટે મોતનો મલાજો બની ગઈ છે જેને તંત્ર તાત્કાલીક પકડે જેથી અન્ય લોકોના જીવ તાળવે ન ચોંટે તેવી રહીશોએ માંગ કરી છે.