દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદમાં બીલાડી ટોપની માફક ફટાકડાના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે ત્યારે હળવદ પાલીકા દ્વારા 15 જેટલા ફટાકડાના સ્ટોલ ધારકોને બે દિવસમાં આધાર પુરાવા સાથે લાઇન્સ ફાયરસેફ્ટીના પુરાવા રજૂ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફટકકડાના સ્ટોલ ધારકો માંથી ગણ્યાગાંઠ્યા ફટાફટ વાળા પાસે લાયસન્સ છે. આ ઉપરાંત જેની પાસે છે તે અમુક કિલોની માત્રામાં છે. પરંતુ તે લાઇન્સ કરતા વધારે જથ્થો રાખતા હોવાની રાવ ઉઠી છે. તેમની પાસે પણ ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં? તે પણ સો મણનો સવાલ છે.જવાબદારો સામે દાખલારૂપ કામગીરી થશે કે દેખાડા રૂપ તે તો આગામી સમય જ બતાવશે.
મહત્વનું છે કે અમુક સ્ટોલવાળા મોટા માથાઓ કહે છે કે અમારૂ કોઇ કાંઈ ન બગાડી શકે અમારે ઉપર સુધી સેટલમેન્ટ છે અમે વર્ષોથી ધંધો કરી છીએ. આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.