હળવદ તાલુકા પંચાયત ખાતે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઇ-શ્રમ કાર્ડ અંતર્ગત લાભાર્થીઓ અને સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાનો લાભ મળશે. અસંગઠિત શ્રમિકો માટે વિશેષ નીતિઓને યોજના બનાવવામાં આવશે.વધુમાં એક વર્ષ સુધી P.M.H.B.Y. યોજના અંતર્ગત મૃત્યુ અને દિવ્યાંગ થનારને રૂપિયા બે લાખની સહાય અને આંશિક દિવ્યાંગતા થવા પર રૂપિયા એક લાખ મવાપાત્ર સહાય મળશે. આ અંગે હળવદ તાલુકા પંચાયત ખાતે લેબર ઓફીસર દ્વારા ગ્રામ્ય સ્તરે કામ કરતા વી.સી.ઇ.ઓને ઇ શ્રમ કાર્ડ બાબતે જરૂરી તાલીમ કેમ્પનું આયોજન કરી વિસ્તૃત સમજૂતી અને માહિતી આપવામાં આવી હતી. આ તકે લેબર ઓફિસર તથા હળવદ તાલુકા પંચાયતના એટીડીઓ અમિતભાઈ રાવલ તથા કર્મચારીઓ,વી.સી.ઈ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.