હળવદ આરોગ્ય કેન્દ્રમા વર્ષોથી એમ. ડી. ડોકટર સહિતની જગ્યાઓ ખાલી પડી છે. અહીં નામ માત્રનું કેન્દ્ર છે પરંતુ તબીબી સુવિધાના નામે મોટુ મીંડુ હોય તેમ અહીંના લોકોને સારવાર માટે દુર દુર સુધી જવુ પડે છે છેલ્લા ૧૮ વર્ષથી જનતા અવાર નવાર રજુઆતો કરીને થાકી છતા આજદિન સુધી આ પ્રાથમિક સુવિધા ( કે જે લોકોને મળવાપાત્ર છે) મળી નથી જેથી લોકોમાં ભારોભાર અસંતોષની લાગણી જન્મી છે.
હળવદ તાલુકામાં આરોગ્ય સુવિધાનો અભાવ હોવાથી લોકો મોંઘા ભાડા ખર્ચી અને તબીબી સેવા માટે સુરેન્દ્રનગર મોરબી સહિતના સ્થળોએ જવા મજબૂર બન્યા છે. કઠણાઈ તો એ વાતની છે કે આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ એમ ડી સહિતના ૬ ક્લાસ વન ની જગ્યા ભરવા માટે લોકો ૨૦૦૪થી રજૂઆત કરી રહ્યા છે છતાં નિભંર તંત્ર ધ્યાન ન આપતા લોકો લાચારી ભોગવી રહ્યા છે. આરોગ્ય સુવિધાના અભાવને પગલે ભૂતકાળમાં અમુક લોકોના જીવ ગયા છે છતા કોઈ અધિકારી કે નેતાને આમ જનતાની જીંદગીની કોઈ કિંમત ન હોય તેમ કશી કાર્યવાહી કરવામાં આવતી નથી.
ઉલ્લેખનિય છે કે હળવદ નાં મંત્રી તરીકે જયંતિ ભાઈ કવાડીયા રહી ચુકીયા છે.છંતા હળવદ તાલુકાની આરોગ્ય સેવા ની હાલત આવી છે તેવુ શહેરીજનો માં ચર્ચાઈ રહ્યું છે. હળવદની નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે માત્ર મોટી મોટી વાતો કરી રહ્યા હોય તેવુ હળવદવાસીઓ માં ચર્ચાઈ રહ્યું છે ‘માત્ર નેતાઓ ઠાલા વચનો આપી હળવદ વાસીઓને હથેળીમાં ચાંદ તારા બતાવ્યા છે આજ સુધી આરોગ્ય સેવા કાંઈ ઉપકારી શક્યા નથી.હળવદ માં વરસ બદલ્યું છે વેદના નહિ’ના બળાપા સાથે શહેરીજનો રાજકીય આગેવાનો ઉપર લોકો રિતસરનો ફિટકાર વરસાવી રહયા છે.