હળવદના નિવૃત્ત કર્મચારીને યોનો એપ ચાલુ કરવા માટે અજાણ્યાં નંબરમાંથી કોલ આવ્યો હતો જેમાં ઓટીપી નંબરની માંગણી કરી ૯૧ હજાર ઉપાડી લઈ ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
ઓનલાઇન યુગની બલિહારીથી આજે મોબાઈલ, ટીવી, ઇલેકટ્રીક બિલ ઉપરાંત પેટ્રોલથી માંડી તમામ વસ્તુઓના ઓનલાઈને ઘરે બેઠા પ્રેમેન્ટ થઈ જાય છે આ ઓનલાઇન જમાનામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો હળવદ શહેરમાં સામે આવ્યો છે. હળવદમાં વસંત પાકૅમાં રહેતા નિવૃત કર્મચારી મુકેશભાઈ ચંદ્રકાન્તભાઇ દવેના નંબર ઉપર ૯૮૯૮૭ ૯૨૪૫૭ પર કોઈ અજાણી હિન્દી ભાષી વ્યક્તિનો આ નં ૭૩૬૪૯૬૧૮૦૦ પર થી ફોન આવ્યો હતો. જેમાં યોનો એપ ચાલુ કરવા માટે ફોનમાં આવેલ ઓટીપી નંબર માંગી વિશ્વમાં લીધા હતા.જેથી મુકેશભાઈએ ઓટીપી નંબર આપ્યા હતા..બાદમાં બેન્કમાં પડેલ ફિક્સ ડિપોઝિટનો નંબર માંગ્યો હતો. જે માહિતી ન આપતા તેઓએ તમારી યોનોએપ ચાલુ થઈ ગયેલ છે તેમ જણાવ્યું હતું. શંકાને પગલે યોનો એપ અંગે તપાસ કરતા બેંક ના કર્મચારી એ સત્તાવાર કોઈ આવી સિસ્ટમ ન હોવાનું રટણ રટતા ખાતામાં પડેલ ફિક્સ ડિપોઝિટ ચેક કરતા મારા ખાતામાં થી ૯૧.૫૩૭ રૂપિયા હિન્દીભાષી એ જુદા જુદા ટ્રાન્જેક્શન કરી ઉપાડી લીધા હતા. ખાતામાં બેલેન્સ ઝીરો બેલેન્સ થઈ જતા મુકેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી યોગ્ય કરવા માંગ ઉઠવી છે.