Monday, November 25, 2024
HomeGujaratહળવદમાં માવઠાની મોકાણથી ખેડૂતો સહિત અગરમાં પાણી ભરાતા અગરિયાઓની પણ સીઝન બગડી

હળવદમાં માવઠાની મોકાણથી ખેડૂતો સહિત અગરમાં પાણી ભરાતા અગરિયાઓની પણ સીઝન બગડી

મોરબી જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે દિવસભર વાદળછાયુ વાતાવરણ વચ્ચે જીલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વારસદ ત્રાટક્યો હતો જેને પગલે હળવદ પંથકના મીઠાના અગરોમાં પાણી ભરાતા અગરિયાઓ સિઝન બગડી હતી. અગરિયાઓ મહેનત પર પાણી ફરી વળતા તેઓની મુશ્કેલીનો કોઈ પર નથી. અગરિયાઓને પરિવારોએ સરકાર સામે રાહતનો ખોળો પાથર્યો છે.

- Advertisement -
- Advertisement -

હળવદના રણકાંઠા વિસ્તારમાં ભર શિયાળે થયેલા કમોસમી વરસાદને કારણે કપાસ ,એરંડા, મગફળી જેવા પાકોમાં ભારે નુકસાની થઈ છે. માવઠાથી ખેડૂતોને જ નહીં પરંતુ અગરિયાઓને પણ મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. રણમાં અગરિયાઓએ મીઠું તૈયાર કરવાના પાટાઓનું વધારે ધોવાણ થતા સિઝન 10 દિવસ પાછી ઠેલવાતા અગરિયાઓને નુકસાન થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

હળવદના રણકાંઠાના ગામોમાં શુક્રવારે બપોરના સમયે એકાએક કમોસમી વરસાદ ચાલુ થયો હતો પંથકના ટીકર.માનગઢ.અજિતગઢ જોગડો.કીડી સહિત રણકાંઠા વિસ્તાર આજુબાજુના ગામોમાં સતત એકાદ કલાક કમોસમી વરસાદ વરસતા મીઠું પકવતા અગરિયાઓની હાલત કફોડી થઈ ગઈ હતી જેમાં મીઠાના પાટામાં વરસાદી પાણીની અણધારી આફ્ત આવી જતા અગરિયા પરિવારોની દશા માઠી થઈ ગઈ છે અને એક મહિનાથી મીઠાના રણમાં મીઠું પકવવા મહેનત કરી રહેલા અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી ગયું છે. નુક્સાની સામે અગરિયા પરિવારોને સરકાર વળતર આપે તેવી અસરગ્રસ્તોએ માંગ ઉઠાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!