અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસમથકના પીએસઆઈ પર છ વર્ષ પહેલાં બુટલેગરો દ્વારા દારૂ ભરેલી કાર ચડાવી દેવાના બનાવે ભારે ચકચાર મચાવી હતી આ બનાવમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરી આવતી કારને અટકાવવા જતા શામળાજી પીએસઆઈ અર્જુનસિહ કિરીટસિહ વાળા પર બુટલેગરે કાર ચડાવી દેતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ૧૯ દિવસ સારવાર પછી આખરે યુવાન અને આશાસ્પદ પીએસઆઈ એ.કે.વાળા મોત ને ભેટ્યા હતા જેને લઈને સાથી પોલીસમિત્રો અને રાજ્યના પોલીસબેડાંમાં શોકની લાગણી છવાઈ હતી આ શામળાજી પીએસઆઇ એ કે વાળા પર કાર ચડાવનાર બુટલેગર અને તેના સાથી વિરુદ્ધ શામળાજી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુન્હો નોંધાવમાં આવ્યો હતો જેમાં બાદમાં બન્નેની ધરપકડ પણ થઈ હતી ત્યારે આ આ કેસ છ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસમાં આખરે બને આરોપીઓને હત્યાના ગુનામાં બન્ને આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આમ તો શામળાજી એ ગુજરાતમાં વિદેશી દારૂનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે ત્યારે અહીંયાથી બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ જ રીતે છ વર્ષ પહેલા અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.કે.વાળા અને જીલ્લા એલસીબી ટીમને રાજસ્થાન બોર્ડર તરફથી વિદેશી દારૂ ભરી કાર આવી રહી હોવાની માહિતી મળી હતી જેને લઈને એલસીબી પોલીસે અને શામળાજી પોલીસે નાકાબંધી ગોઠવી આ વિદેશી દારૂ ભરેલી કાર આવતા પીએસઆઈ એ કે વાળાએ કાર રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ બુટલેગર માવસિંગ નારસિંગ રાઠોડ અને તેના સાથી મિત્ર ચંદનસિંગ ખુમાનસીંગ રાઠોડ કાર પીએસઆઇ વાળા પર ચઢાવી દેતા તેઓને માથાના બાગે ગંભીર ઈજાઓ થઈ હતી બાદમાં તેઓ કોમામાં ચાલ્યા ગયા હતા અને 19 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ પીએસઆઈ એ કે વાળા નું દુઃખ દ મોત થયું હતુ.
આ વિવાદિત કેસમાં પીએસઆઇ એ કે વાળા પર કાર ચડાવી હત્યા નિપજવવાનો ગુનો નોંધાયો તેવા માવસિંગ નારસિંગ રાઠોડ અને ચંદનસિંગ ખુમાનસીંગ રાઠોડ સામે શામળાજી અરવલ્લી કોર્ટમાં કેસ ચાલી જતા આખરે આરોપી પક્ષે ધારદાર રજૂઆત અને દલીલો કરવામાં આવી હતી જેમાં અંતે છ વર્ષ બાદ અરવલ્લી જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ જજ દ્વારા પીએસઆઈ વાળાની હત્યાના આરોપમાં માવસિંગ નારસિંગ રાઠોડ અને ચંદનસિંગ ખુમાનસીંગ રાઠોડને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો જોકે હવે અત્યાર સુધી બનેલા તમામ ઘટનાક્રમ પર વિવિધ સવાલો ઊભા થયા છે ત્યારે પીએસઆઈ દરજ્જાના વ્યક્તિ જ સલામત નથી તો સામાન્ય માણસનું શુ થશે એ મોટો સવાલ છે.? હાલ આ પીએસઆઈ વાળા શુ પોતાના શોખથી કાર રોકવા ગયા હતા ? જો આ બન્ને આરોપીઓ એ હત્યા નથી નિપજાવી તો પીએસઆઈ નું મોતના જવાબદાર કોણ ? આવા અનેક સવાલો પહેલું બનીને રહી ગયા છે.
રાજ્યમાં લોકો કોઈ પણ ઘટનાંને ઘટના સમયે જ મોટા સ્વરૂપ નોંધમાં લેતા હોય છે પરન્તુ બાદમાં બધા લોકો પોતાના અંગત જીવનમાં મશગુલ બની જાય છે અને આવી મોટી ઘટનાઓને સાવ કિનારે કરી નાખે છે ત્યારે આવા અમુક કિસ્સામાં તકવાદીઓ તકનો લાભ લેતા હોય છે કેમ કે ચકચારી ભર્યું હતો એ સમય નીકળી ગયા બાદ કોણ શુ અને કોનુ શુ થાય છે એ કોઇ જોતું નથી.હાલ પીએસઆઈ ને છ વર્ષ પછી તટસ્થ રીતે ન્યાયિક નિણર્ય કરી આદેશ છે એવું અરવલ્લી જીલ્લા કોર્ટ દ્વારા સતાવાર જાહેર કરાયું છે.