મોરબી એસપી એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઇની સૂચનાથી હેઠળ એસ.ઓ.જી. પીઆઈ જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી ટીમને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને પકડવા સૂચના આપતા પોલીસ કોન્સ્ટેબલ સતિષ ગરચર ને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી જુના બસસ્ટેશન પાછળ મચ્છી પીઠ પાસે આરોપી ઇમરાન ઉર્ફે ચકલી રહીમભાઇ મોવર જાતે – મિયાણા ઉવ .૨૬ ધંધો જીંગાનો વેપાર રહે . જુનાબસ સ્ટેશન પાછળ મચ્છી પીઠ મોરબી વાળો ગે.કા.દેશી હાથ બનાવટની પીટલ નંગ -૧ તથા જીવતા કાર્ટીઝ નંગ – પ સાથે મળી કુલ કી.રૂ .૨૦,૫૦૦ / – સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ રજીસ્ટર કરાવેલ છે આ કામગીરી મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સપેકટર , જે.એમ.આલ. , તથા એ.એસ.આઇ. કિશોરભાઇ મકવાણા તથા ફારૂકભાઇ પટેલ તથા પો.કોન્સ . રમેશભાઇ રબારી તથા સતિષભાઇ ગરચર તથા ડ્રા.પો.કોન્સ . સંદિપભાઇ માવલા સહિતના જોડાયા હતા.