હળવદમાં ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા દ્વારા આયોજિત સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન સમારંભ તથા શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાશે જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ આગામી ૧ જાન્યુઆરીએ બપોરે ૧૨ કલાકે નકલંક ગુરૂધામ શક્તિનગર હળવદ મુકામે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડશે
આ તકે મંદીરના મહંત દલસુખરામ બાપુ એ માહીતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પ્રજાપતિ ભાજપા વિચારધારા દ્વારા આયોજિત સમસ્ત પ્રજાપતિ સમાજ સ્નેહમિલન સંમેલન તથા નવનિર્મિત આધુનિક સજ્જ શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ સમારંભ અનેક રાજકીય આગેવાનો,સંતો મહંતો, અને ગુજરાત ભરમાંથી પ્રજાપતિ સમાજના લોકો ઉમટી પડશે. આ સમારંભના ના અધ્યક્ષ તથા ઉદઘાટક ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. વિશેષ સન્માન દિનેશભાઈ અનાવાડિયા, સાંસદ રાજ્યસભા, તથા કેન્દ્રીય આયુષ મંત્રાલયના મહેન્દ્રભાઈ મુંજપરા,
મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, વિનોદભાઈ ચાવડા સંસદસભ્ય, મોહનભાઈ કુંડારીયા સંસદ સભ્ય અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
નકલંક ગુરુ ધામ ખાતે નવનિર્મિત શૈક્ષણિક આધુનિક સુવિધાથી સજ્જ સંકુલનું લોકાર્પણ સમારંભ યોજાશે. આ પ્રસંગે ગુજરાતભરમાંથી પ્રજાપતિ સમાજના ૧૦ હજારથી વધુ લોકો ઉમટી પડશે. યોજાનાર કાર્યક્રમને લઇ મહંત દલસુખરામ બાપુ તથા મુખી મહારાજ, વાધજીભાઈ પ્રદેશ કન્વીનર, રમેશભાઇ, ધર્મેશભાઈ, અલ્કાબેન પ્રજાપતિ વગેરે સમાજના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપના આગેવાનો સમારંભને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.