આપણી પ્રાચીન ભારતીય પરંપરામાં વેદ શાસ્ત્રો અને પુરાણો તથા ધર્મગ્રંથોનુ અનેરું મહત્વ રહેલુ છે પરંતું વર્તમાન યુગમાં યુવાનો સંસ્કૃતિ અને વેદ શાસ્ત્રને ભૂલી સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ ગયા છે ત્યારે માત્ર નવ વર્ષની નાની વયે સમર્થ કાંકડે 15000 સ્લોક કંઠસ્થ કરી ઉજળી પ્રાચીન પરંપરાને સ્વાઈ કરી છે.
ભારતના સૌથી નાની ઉંમરના વિદ્વાન શુક્લ યુજૅર્વેદિક ધનપાઠી સમર્થ કાંકડે ગુજરાતમાં સૌપ્રથમવાર ખંભલાવ માતાજીના મંદિરે માંડલ ખાતે આવ્યા હતા. માંડલ ખંભલાય માતાજી મંદિર પટાંગણમાં વિષ્ણુ મહાયજ્ઞ નવગ્રહ મખ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી. ભારતના સો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર સમથૅ કાંકડે માત્ર નવ વર્ષની ઉંમરે ૧૫ હજારથી વધુ મંત્રો કંઠસ્થ કર્યા છે જેની તેઓ રમઝટ બોલાવે છે.
ઉલ્લેખનીય છે કે શુક્લ યુજૅવેદ ધનપાઠ અભ્યાસ કરતા ૧૨ વષૅ જેટલો લાંબો સમય લાગે છે.જે પીએચડી સક્ષમ મનવામાં આવે છે પરંતુ સમર્થ ની ઉંમર 9 વર્ષ છે અને છતાં પણ તેને 15000 કરતા વધુ શ્લોકો કંઠસ્થ છે. મહત્વનું છે કે સમથૅ કાંકડેના પિતા જયેન્દ્ર કાકંડે અને તેનો ભાઈ પણ ૧૩ વર્ષની ઉંમરે ધનપાઠી વિદ્વાન પંડિત બન્યા છે.