મકરસંક્રાંતિએ પુણ્ય કમાવાનો મહિમા છે. લોકો બાળકોની ખાવાનું આપીને તહેવાર ઉજવે છે. ત્યારે હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યા સ્લમ વિસ્તારના અલગ અલગ વિસ્તારના બાળકોને પતંગ અને દોરી તેમજ ગેસના ફુગ્ગા (છોટાભીમના બલુન) આપવામાં આવ્યા હતા. મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યા વિનોબા ગ્રાઉન્ડમાં અને બીજા અલગ અલગ છુટા છવાયા વિસ્તારના બાળકોને નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. પતંગ અને ફિરકી મેળવીને બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને ઉમંગ સ્પષ્ટ જોઈ શકાતા હતા. નાના-નાના ભૂલકાઓના ચહેરા પરનું હાસ્ય જોઈને ગ્રુપના સભ્યોનું મકરસંક્રાંતિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાય હતી.
હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના સભ્યોને એક વિચાર આવ્યો કે આપણે બાળકોને પતંગ ફીરકી અને ગેસ ના ફુગા આવીને અનોખી રીતે તહેવારની ઉજવણી કરીએ. લોકો પોતાના બાળકો માટે તો ખરીદી કરે જ છે પરંતુ બીજા માટે ખરીદી કરીને પરોપકારની ભાવના સાથે આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના દાનેશ્વરી દાતા અપ્પુભાઈ ભરવાડ અને ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ ની ટીમ રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ અજુભાઈ સભ્ય મયુરભાઈ પરમાર, સંજયભાઈ માલી, સચીનભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા.