સનાતન ધર્મમાં શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિનો પર્વ ભગવાન સૂર્ય દેવને સમર્પિત છે. સૂર્ય ગ્રહ નું રાશિ પરિવર્તન ને કારણે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સુર્ય ગ્રહનું ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થાય છે એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ સમયે સુર્ય દક્ષિણાયનમાંથી ઉતરાયણ તરફ જાય છે તે માટે તેને ઉતરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સ્નાનાદિ નિત્ય કર્મ પરવારીને દાન પુણ્ય કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન પુણ્યનું ખુબ જ મહત્વ છે. આ દિવસે ખીચડી ચોખા તેમજ તલ અને તલનાં લાડુ શેરડી મમરા લાડુ જામફળ બોરા કપડાં વગેરેનું દાન કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
અર્થાત તલખાવા, તલવાળા જળથી સ્નાન કરવું, તલના તેલનું શરીરે લેપન કરવું, તલનો હોમ કરવો,તલનું દાન કરવું, તલવાળુ જળ પીવું, તલના તેલનો દીવો કરવો. સદીઓથી ચાલી આવે છે પરંપરા ભારતમાં સદીઓથી ઉત્તરાયણના દિવસે કાળા તલના લાડુ ખાવાની અને ખવડાવવાની પરંપરા ચાલી રહી છે. પણ શું તમે વિચાર્યું છે તે તેની પાછળનું કારણ શું છે. આ દિવસે તલ શેરડી અને ગોળનું દાન કરવાનું ખાસ મહત્ત્વ પણ હોય છે. સાથે તેની ખીચડી પણ બનાવીને ખાવામાં આવે તો અનેક ગણો ફાયદો થાય છે.શનિ અને સૂર્ય સાથે છે કનેક્શન ધર્મ અને જ્યોતિષનું માનીએ તો મકર સંક્રાંતિના પાછળ તલ અને ગોળ ખાવા, દાન કરવાનો સંબંધ સૂર્ય અને શનિદેવ સાથે છે. કાળા તલનો સંબંધ શનિ અને ગોળનો સંબંધ સૂર્યની સાથે છે. જ્યારે મકર સંક્રાંતિના દિવસે આ બંને ચીજો ખાવામાં આવે કે દાન કરવામાં આવે તો તેનાથી શનિ અને સૂર્ય બંનેની કૃપા વધે છે. જીવનમાં સફળતા મેળવવા માટે બંને ગ્રહોની કૃપા જરૂરી છે. મકર સંક્રાંતિના દિવસે તલ-ગોળ ખાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.મકરસંક્રાંતિના દિવસે સુર્યનારાયણ તેમના પુત્રના ઘરે જાય છે. આ પર્વ પિતા અને પુત્ર ના મિલન નો પ્રતિક છે. આ દિવસે ખીચડી નું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તેના કારણે ઘણી જગ્યાએ ખીચડી બંને છે તેમજ તલ અને ગોળના લાડુ બનાવવાની પરંપરા છે. ચોખા ચંદ્રમાં તેમજ કાળી અડદ શનિદેવ નું પ્રતિક માનવામાં આવે છે તેથી કેહવામા આવે છે કે, મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સુધરે છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ જણાવ્યું હતું.