છોડો લાઈન આવો ઓનલાઈન એ માત્ર પટચિત્ર કે કાલ્પનિક વાર્તા થી વિશેષ કશુ હોતુ નથી બધા ને ખ્યાલ જ છે કે જન્મ ના દાખલા થી લઈ મરણ ના પ્રમાણપત્ર મળ્યા પહેલા હજારો કાગળો ના કામ મા લાઈન મા ઉભા રહેવા સિવાય કોઈ છૂટકો નથી સરકાર ભલે બધુ ડિઝીટલ કર્યા ના બણગાં ફેંકે પરંતુ ખરા અર્થમાં આનો ફાયદો અરજદાર ને હજી મળ્યો નથી.
આવી જ સ્થિતિ હાલ મગફળી ના રજીસ્ટ્રેશન કરાવતા ખેડુતો ની બની છે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યુ છે પણ એ નીયત કરેલ સ્થાન થી અને નિયત સમય મર્યાદામાં. બોલો છે ને લાઈન મા લગાડવા ની વાત હવે ગામો ગામ થી ફરિયાદ આવી કે નેટ નથી સર્વર ડાઉન છે અને ખેડુતો બિચારા ને બાપલા બની નાતો ધરના રહા ના ધાટના ખેતરે પણ સિઝન નુ કામ ધેરે વળ્યુ છે અને ઉપર થી જણસ વેચવા આવા ફતવા થી જગતતાત પરેશાન છે હજી કપાસ ચણા તલી એરંડા ધઉ કેટલીય જણસ માટે લાઈન લગાવી આનો કાયમી ઉકેલ શુ
ત્યારે વિધાર્થી એકતા સંગઠન દ્વારા આજે ગાંધી જયંતિ ના શુભ દિવસે સરકાર અને વહીવટી તંત્ર ની આવી સરસ હેરાન પરેશાન કરવા ની રીતીનિતી ને બિરદાવવા બપોર ના મધ્ય ભાગે મામલતદાર કચેરી ખાતે પહોંચી પાંચ મિનિટ તડકે ઉભા રહી તાલી ના ગડગડાટ થી અભીવાદન કર્યુ હતું અને અહેસાસ કરાવ્યો કે બધા પાસે નેટ અને એન્ડ્રોઇડ ફોન છે તો એવી કોઈ સુવિધા કેમ નહી કે ખેડૂતો એની મેળે કે કુટુંબી ને કહી રજીસ્ટ્રેશન કરી શકે. આ માટે સરકાર વિચારે એ માટે ટંકારા ટીમ ગાંધીગિરી કરી હતી