Monday, November 25, 2024
HomeGujaratટંકારા પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને કલેકટર ના હસ્તે સન્માનિત કરાયા

ટંકારા પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને કલેકટર ના હસ્તે સન્માનિત કરાયા

ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા તથા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા અભિયાન શરુ કરાય છે.આ અભિયાનમાં એન.ડી.ભાડજાએ અનેક પક્ષીઓને બચાવી યોગ્ય સારવાર આપવા બદલ આજરોજ પ્રજાસત્તાક પર્વ નિમિતે પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તરીકે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.દર વર્ષે ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા તથા ઘાયલ પક્ષીઓને સારવાર આપવા માટે કરુણા અભિયાન શરુ કરાય છે.કરુણા અભિયાન રાજ્ય સરકારનો જીવદયા પ્રત્યે શ્રેષ્ઠ અભિગમ દર્શાવતો આગવો કાર્યક્રમ છે.આ વર્ષે પણ કરુણા અભિયાન અંર્તગત એન.ડી.ભાડજાનો સહયોગ મળતા અનેક પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.કુદરતી આફતો જેવી કે વિજળી,પુર અને અકસ્માત વખતે તાબડતોબ ઘટના સ્થળે દોડી યોગ્ય સારવાર અને સહાય આપવા હંમેશા હાજર રહે છે.તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ એન.ડી.ભાડજાને આજ પ્રજાસત્તાક દિવસ નિમિતે પશુ આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તરીકે કરૂણા અભિયાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!