તાજેતરમાં ધંધુકા ખાતે થયેલ કિશનભાઇ બોળીયાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ત્યારે હળવદના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા શ્રી રામ ગૌશાળાથી મૌન રેલી શરૂ કરી અને મામલતદાર ઓફિસ પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં ગુજરાતના મુખ્યમંત્રીને મામલતદાર હળવદ મારફત કિશનભાઇ બોળીયાની નિર્મમ હત્યા કરનાર આરોપીયો વિરુદ્ધ ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી સત્વરે આરોપીયો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને શખતમાં શખત કાર્યવાહી કરવામાં આવે અને આ ષડયંત્ર રચનારા કોઈ છટકી નો શકે તેવી તટસ્થ કાર્યવાહી કરવા અને આવી નિર્મમ હત્યા કરી કાયરતા ભર્યું કૃત્ય કરનાર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે હળવદના સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. રજૂઆતના અંતે હાજર સૌ એ રામધૂન અને શાંતિ મંત્રનું સમૂહ પઠન કરી અને કિશનભાઇના આત્મા ને શાંતિ મળે એ માટે પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરી હતી.