મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયાપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા મોહનભાઇ રાઠોડ પર શાળાની એસ.એમ.સીના સભ્યો દ્વારા યોગ્ય રીતે શિક્ષણ આપવામાં ન આપતું નથી.તેમજ એસએમસીની રચના બાદ એક પણ બેઠક બોલાવેલી ન હોય અને પોતાનું મનસ્વી વલણ રાખી આડેધડ નિર્ણયો લેતા હોવાના તેમજઆ શાળાએ સમયસર હાજર રહેતા ન હોવાના આક્ષેપ કરાયા છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. તેમજ જો વાલીઓ શાળામાં કોઈપણ પ્રકારની ફરિયાદ લઈને જાય તો તેમની સાથે ઝઘડો કરી પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એસએમસી કમીટી દ્વારા આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનને લેખિત ફરિયાદ આપી હતી જેમાં તેઓએ શાળાના આચાર્ય પર નાણાકીય વહીવટી કામગીરી પણ યોગ્ય રીતે ન કરી હોવાની તેમજ વહીવટી રેકર્ડ પણ નિભાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે જ્યારે વાલીઓ કે એસ એમ સીના સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવે તો તેમને પણ ગઢકા ન હોવાનું અને ખોટી ફરિયાદો કરી જેલભેગા કરતા હોવાની ધમકી પણ આપતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતો.