હળવદ શહેરના શંકરપરા રામજી મંદિર ખાતે બે દિવસીય ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમા શાસ્ત્રી કીશોર મહારાજ દ્વારા શાસ્ત્રોક વિધી વિધાન દ્વારા યજ્ઞ જલયાત્રા શોભાયાત્રા તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
હળવદ શંકરપરા રામજી મંદિર ખાતે ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બે દિવસીય ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં યજ્ઞ જલયાત્રા શોભાયાત્રા સહીતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગુરુવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠ મહોત્સવમાં રામ લક્ષ્મણ જાનકી, રામનાથ મહાદેવ, રામદેવપીર મહારાજે, હનુમાનજી મહારાજ, ગણપતિ દેવા, સહીતના દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યાર બાદ ધર્મસભા યોજાશે જેમાં સાધુ સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે ખાસ કરીને આ ધમૅસભા મહંત અંબારામદાસબાપુ, કથાકાર અર્જુનદાસ સારથી, મહંત દલસુખ મહારાજ અને મહંત દીપકરામ મહારાજ સહિતના અનેક મંહતો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શંકરપરા રામજી મંદિર ટ્રસ્ટ ના યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.