હળવદ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ લોકો માટે માથાનો દુખાવો સમાન બની ગયું છે. શહેરમાં પ્લાસ્ટીકને થેલીઓનો ઢગલો અને ઉપર ગૌમાતા આ કચરો ખાતી હોય ત્યારે એક તરફ સરકાર પ્લાસ્ટીક મુક્ત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યું છે, તો બીજી તરફ પ્લાસ્ટીકની થેલીઓના ઢલગા સરકારના સ્વપ્નને ચૂર ચૂર કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
હળવદ શહેરમાં ઠેક ઠેકાણે કચરાનું સામ્રાજ્ય વધી રહ્યું છે. પાલીકા તંત્ર આંખ આડા કાન કરીને બેઠું હોય તેવામાં એક તરફ સરકાર પ્લાસ્ટીક મુક્ત ભારતનું અભિયાન ચલાવી પ્લાસ્ટીક મુક્તિ માટે દરેક પાલીકાઑ ને કામ સોપવામાં આવ્યું છે. પણ હળવદ શહેરમાં પ્લાસ્ટીક મુક્ત થશે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. નગરના અનેક વિસ્તારોમાં તેમજ કચરા પેટીઓમાં સંખ્યા બંધ જથ્થામાં પ્લાસ્ટીકની થેલીઓ જોવા મળી રહી છે તો બીજી તરફ આ પ્લાસ્ટીક નગરની ગાયો જે રખડતી હોય છે તે પ્લાસ્ટીક ખાઈ બીમાર પડતી હોય છે. શું નગર ખરેખર પ્લાસ્ટીક મુક્ત બનશે પાલીકા તંત્ર રોડ રસ્તા ઉપર તેમજ કચરાની પેટીઓમાથી પ્લાસ્ટીકની થેલીઓ દૂર કરવામાં ક્ષકસમ થશે કે કેમ તેની ઉપર નગરમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે. જ્યારે ગૌરક્ષકો પણ આ મુદ્દે અને ગાયોના રક્ષા માટે કોઈ કાર્યવાહી કરશે ખરી તે તેવી સ્થિતિ નિર્માણ પામી છે વહેલી તકે પાલીકા તંત્ર રોડ રસ્તા અને કચરા પેટીઓમાથી પ્લાસ્ટીકને દૂર કરી રિસાયકલ અભિયાન હાથ ધરે તેવી ગૌરક્ષકો તેમજ શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.