બાળ મુળશંકરના મુસ્લિમ મિત્ર ઈબ્રાહીમ, સ્વામીજીના ભાણેજ પોપટલાલ રાવલ અને રાજ દરબારની માહિતીથી જન્મસ્થાન ટંકારા જ હોવાનું સ્થાપિત થયું
ટંકારા:મુળશંકર ઉર્ફે દયારામ અને બાદમા મહર્ષિ દયાનંદ સરસ્વતી તરીકે વિશ્વ જેને ઓળખતું થયું તેવા આર્યસમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહર્ષિ દયાનંદ સરસ્વતીજી ટંકારા જન્મ્યા હતા એ ઈ. સ 1924માં જાહેર થયું, જન્મ સ્થાનને લઈ અનેક વિવાદો પણ હતા, પહેલા બાલ્યાવસ્થા અને લીલાક્ષેત્ર મથુરાને માની આર્યસમાજી જન્મ શતાબ્દી પણ મથુરામાં મનાવવાના હતા,ટંકારા જીવાપરા શેરીમાં દયાનંદના નિવાસને જીવાપર ગામના પણ ગણવામાં આવ્યા, આજે પણ સંપુર્ણ જન્મ સ્થળ વાળી જગ્યા માટે પ્રયાસ ચાલુ છે.
આર્યસમાજના સ્થાપક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક વૈદ પ્રચાર કરી આર્ય બનોનુ સુત્ર આપનાર અને આઝાદીના પ્રથમ ઉદ્બોધક મહાન સન્યાસી બ્રહ્મચારી ઋષિ મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી દેશ દેશાંતરમાં કોઈ ઓળખના મોહતાજ નથી ધર્મના નામે ચાલતી કુપ્રથા સામે બંડ પોકારી ઓરૂમ ધર્મ ધ્વજા પતાકા લહેરાવનાર દક્ષિણ ગુજરાત પ્રાંતના દેશ કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર) મજોકાઠાં(મરછુ કાંઠે) મોરબી રાજયના કસબામાં ઐદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં વિ.સ.1881 મહાવદ દશમે શનિવારે (ઈ. સ. 12 ફેબ્રુઆરી 1824) ના રોજ થયાનું ખુદ સ્વયં કથિત જીવન ચરિત્રમા સ્વામીજીએ આર્ય ભાષામાં ટાકયુ અને એ પણ મુંબઈથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર થિયોસીફિસ્ટ માટે કર્નલ અલ્કાટ અને મેડમ બ્લેવટસ્કીના આગ્રહવશ અનુરોધથી પરંતુ કુળ અને જન્મસ્થાન બતાવવાનું એમ કહીને ટાળ્યું કે મારુ કર્તવ્ય મને આ કહેવાની આજ્ઞા નથી આપતું.
પણ મારેતો આજ વાત કરવી છે ઋષિની પાવન જન્મ ભુમીની જ્યા બાળ મુળશંકર ઉર્ફે દયારામની પાપા પગલીથી, ચોપાટ માફક પથરાયેલું, ડેમી નદીના કાંઠે અનેક ઈતિહાસ સંતાડી બેઠેલું ટિલા વાળા ટંકારાની અહીંની રજોમા મુળશંકરના પગલાની રજ પથરાયેલી છે એ સમયે જોશીલું અને જાજરમાન ટંકારા ઐશ્વર્ય અને આર્થિક રીતે સમૃદ્ધ ટંકારા પરંતુ વિદેશમાં પણ વૈદનો ડંકો વગાડનાર દયાનંદ સરસ્વતીથી અજાણ મોરબી તળપદના ટંકારા માટે ગૌરવની વાત છે.મુળ કચ્છના અને મુબઈ નિવાસ કરનાર આર્યના રંગમા રંગાઈ ગયેલા ઋષિ ભક્ત વિજયશંકર મુળશંકર જાનીને મથુરામાં જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાશે એવી વાત મળી એટલે તેઓ અન્ય આર્યસમાજી સાથે અંતરમાં ઉદભવેલ સવાલે મથુરા પહોંચ્યા અને ત્યાં આયોજકોને મળી સ્વામીજીનું જન્મ સ્થળ તો મોરબી નજીક છે તો પછી જન્મ શતાબ્દી અહિ કેમ? ત્યા આયોજકોને વાત કરી પરંતુ કોઈને ગળે ઊતર્યું નહી. જ્યારે સ્વામીજીનું દેહાંત થયું ત્યાર પછી પંજાબ આર્ય પ્રતિનિધિ મંડળે મુસાફિરના હુલામણા નામથી ઓળખાતા લેખરામને જન્મ સ્થળ અને જીવન વિશે ખોજ કરવાના કામે લગાડયા જેણે ધણો પ્રરીશ્રમ પણ કર્યો પરંતુ કોઈ સફળતા હાથ ન લાગી. પણ આ ગુજરાતી મંડળ આ વાત એ સમયના મુબઈ સમાજના પ્રમુખ ડો. કલ્યાણજીભાઈને કરી પરંતુ એમણે પણ આ વાત હસીને કાઠી નાખી અંતે પ્રતિનિધિ મંડળ આર્ય વિર્ધાસભાના મુખ્ય ઉપદેશ પંડિત મણીશંકર શાસ્ત્રીને મળ્યા પણ અહ્યા તો આગલા જવાબથી અલગજ જવાબ મળ્યો શાસ્ત્રીજી એ ચોખ્ખુ સંભળાવી દીધું કે તમે ગમે તેટલું ધન પુરસ્કાર રૂપે અમને આપો તો પણ કાઠિયાવાડમા અમે કદી ન આવીએ કારણ કે દયાનંદ ટંકારાના હતા જ નહી, બોલો છે ને મજાની વાત પણ હજી આ મંડળ હાર માનીલે એવુ હતુ નહી એટલે ફરી પાછા પહોચ્યા મુબઈ આર્યસમાજના મંત્રી ગિરજાશંકર નિર્ભયરામ પાસે અને ટંકારા જન્મ શતાબ્દી અંગે આખી માંડીને વાત કરી પરંતુ આ મહોદય પણ આર્યસમાજના સ્થાપકના જન્મ સ્થાનની શોધ કરવાની કોઈ જરૂર નથી નુ જણાવી સમાધિના ઢોગે બેસી ગયા.
પછી શુ મંડળના સભ્યો પણ દયાનંદ સરસ્વતીના વિચારોથી પ્રભાવિત હતા એટલે એમ કાઈ હાર માને એમ ન હતા ત્યાંથી પહોચ્યા ગુરૂકુલ કાંગડી જ્યા સ્વામી શ્રદ્ધાનંદ સ્વામીને મળી બધી વાતો જણાવી અને દયાનંદના શિષ્ય શ્રદ્ધાનંદ સ્વામીએ એ સમયના અગ્રણીને ગુજરાત જઈ તપાસ કરવા જણાવી સાર્વદેશિક સભા દ્વારા એક કમિટી નિમવામાં આવી પછી શુ કાંગડી ગુરૂકુલના આચાર્ય રામદેવજી, કોલકાતાના દેવેન્દ્રનાથ મુકોપાધ્યાયે બિડુ ઝડપ્યું અને આવી પહોચ્યા ટંકારા અહિ ઋષિવર અને તેના જન્મ પરીવાર સહિતની તપાસ હાથ ધરી પરંતુ કોઈ જાણકારી મળી નહી પરંતુ ટંકારા આવાગમન અને જાણવાનો પ્રયાસ ચાલુ રાખ્યો ચોથી વખત જ્યારે બાબુ દેવેન્દ્રનાથ ટંકારા આવ્યા ત્યારે નગરજનોમાથી થોડી ઘણી વાતો થઈ બાળ મુળશંકરના મુસ્લિમ મિત્ર ઈબ્રાહીમ જે એ સમયે (1924/25)મા 103 વર્ષ ની આયુ ધરાવતા હતા. અને સ્વામીજીના બહેન પ્રેમબાઈના પપૌત્ર પોપટલાલ રાવલ (જે વાકાનેર રહેતા) ને મળ્યા પછીતો મોરબી રાજવીના રેકોર્ડ તપાસી જન્મ અંગે પુરાવા મળ્યા અને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો.
આ રીપોર્ટ આધારે જાહેર કરવામાં આવ્યુ કે સ્વામીજીનું જન્મ સ્થળ તો ટંકારાજ છે તરતજ મુબઈ પ્રાંન્તીય આર્ય સભાને સુચિત કર્યા અને વિ. સં 1882 (ઈ. સં 1924/25) માં જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટે શ્રી સ્વામી શ્રદ્ધાનંદજી, સ્વામી સર્વદાનંદજી, મહાત્મા નારાયણ સ્વામીજી, મહાત્મા હંસરાજજી, ભાઈ પરમાનંદજી, લાલા લાજપતરાયજી, પુ બાલકૃષ્ણજી, પુ અયોધ્યા પ્રસાદજી, બંસીધર વિધાંલકાર, સ્વામી સ્વતંત્રતાનંદજી, સ્વામી પ્રણવાનંદજી, સ્વામી ઓમકાર સચ્ચિદાનંદજી, સ્વામી અખંડાનંદજી, સ્વામી વિચારાનંદજી, સહિતના સંન્યાસી વિદ્ધાનો ઉપદેશો, ઠાકોર સાહેબ નત્યાસિંહ, શાહપુર નરેશ, ગાયકવાડ નરેશ, કોલ્હાપુર નરેશ, વિરપુર નરેશ, રાજકોટ રાજવી, મોરબી રાજા, જામસાહેબ જામનગર, પોરબંદર મહારાજા સ્ટેટ, મુબઈ શિક્ષા સચિવ મિસ્ટર યાદવ અને ગાય્નાચાર્ય માસ્ટર વસંત પ્રભુતી સહિતના ગણમાન્યોને ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મ શતાબ્દી મહોત્સવ માટે નિમંત્રણ આપ્યા