હળવદ એસ.બી.આઇ મેઇન બ્રાન્ચમાથી 91 લાખની હોમ લૉન લઈ સબસિડી પણ મેડવી લીધા બાદ હપ્તા ન ભરી કૌભાંડ કરનાર બેન્ક કર્મચારીને પોલીસે ઝડપી લીધો છે.
હળવદ બેન્કમાંથી લૉન લૉન લઈ આરોપી જગદિશભાઈ મનસુખલાલ ઠક્કર (રહે. રબારીવાસ સુમરાવાસ હળવદ), શીલ્પાબેન દીપેનભાઈ ઠક્કર, દીપેનભાઈ જગદિશભાઈ ઠક્કર (બન્ને રહે. રબારીવાસ સુમરાવાસ હળવદ), હરીનભાઈ રમેશભાઈ કારીયા (રહે. ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર) હર્ષદભાઈ રમેશભાઈ કારીયા (રહે. ખારાઘોડા રેલ્વે સ્ટેશન વાળી લાઈન સુરેન્દ્રનગર), રાજેશભાઈ કાંતીલાલ કોટેચા (રહે.રામાપીર મંદિર કરાચી કોલોની હળવદ) અને મીતેશ કડીયા (બેંક કર્મચારી રહે હળવદ) સાહિતનાઓએ હળવદ એસ.બી.આઈ.બેન્કમાંથી રૂ.૮૩,૯૫,૦૦૦ની હોમ લોન મેળવી હતી. જે પૈકી રૂ. ૧૪,૭૬,૦૦૦ બેન્કમાં જમા કરાવી તેમજ રૂ.૬૯,૧૯,૦૦૦ અને બેંન્ક વ્યાજ રૂ.૨૧,૮૧,૦૦૦ મળી કુલ રૂ ૯૧,૦૦,૦૦૦ સુધી ન ભરી હાથ ઊંચા કરી દીધા હતા.
એટલું જ નહિ લૉન બાદ સબસીડી મેળવી લોન નહી ભરી બેંન્ક તથા સરકાર સાથે વિશ્વાસધાત કરી ધુમ્બો મારી દેતા જીતેન્દ્ર કુમાર સુગ્રીવપ્રસાદ સિહ (ઉ.વ.૪૫ ધંધો- મેનેજર રહે. સાનિધ્ય બંગ્લોજ-૨ રાણેકપર રોડ હળવદ મુળ બિહાર) એ હળવદ પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે બેન્ક કર્મચારી આરોપી મીતેશ કડીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.