મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, હળવદ તાલુકા હેલ્થ ઓફીસ અને ટીકર મોબાઈલ હેલ્થ યુનિટના સહયોગથી માનગઢ ખાતે સર્વરોગ નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

અગર વિસ્તરમાં રહેતા લોકોની આરોગ્ય સુખકારીના ભાગ રૂપે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો આ તકે ઓર્થોપેડીક ડોકટર ડો. ધીરજ માળી, ફિઝિશિયન ડો. ચેતન રાઠોડ, એમબીબીએસ ડો. ભાવિન ભટ્ટી, ડો પૂજા એરણીયાએ દર્દીઓના ડયાબિટીસ, પ્રસુતિ તપાસ, તાવ,બ્લડ પ્રેસર રહિતની સેવા આપી હતી. કેમ્પમાં વિશેષ માર્ગ દર્શન મોરબી જિલ્લા પંચાયતના સીડીએચઓ, અગરિયા હિત રક્ષક મંચના મારુતસિંહ ભરતસિંહ બારૈયા સહિતનાઓનો વિશેષ સહયોગ સાંપડ્યો હતો.









