સદીઓ પેહલા મોરબી ની બાજુ મા આહિરો નુ જ ગામ ચાવડાસર ગામ હતું જે સુખ સર્મુધ્ધી થી ભરપુર હતુ. એક દિવસ જ્યારે ચોમાસુ જામ્યું અને મેધ મહેર થઈ અને ગામ નુ તળાવ છલકયું . ત્યાર ના રિવાજ મુજબ ગામ નુ તળાવ ભરાય ત્યારે ગામ ના લોકો તળાવને કાઠે ઉજવણી કરતાં અને મેધરાજા ને નૈવેધ નો પ્રસાદ ધરતા. આ વખતે ગામના લોકોએ નક્કી કરીયુ કે, મોરબી ના બાદશાહ સુબાને પણ આ પ્રસંગે આમંત્રણ આપીએ અને બધા નક્કી કરેલ સમયે તળાવ ને કાંઠે આવી ગયા સાથે સાથે મોરબીની સેના પણ બાદશાહ સુબા ની સાથે આવી પહોચી . આ ઉત્સવ ની ખુબ ધામ ધુમ થી ઉજવણી કરવામાં આવી . ત્યારે તેમા બન્યું એવુ કે, ચાવડાસર ગામ ની આયરાણીયુ સોળે શણગાર સજીને આ પ્રસંગ ઉજવવા આવેલ.
તેમનુ આ રૂપ જોઈને મોરબી નો બાદશાહ સુબો મોહી ગયો અને ગામ ના આગેવાન ને વાત કરી કે, આમાથી એક દિકરી ને મારી સાથે પરણાવો .પણ આ તો પોતાના જીવ કરતા ઈજજત વાલી હોય એ આહિર કુળ બાદશાહ સૂબાને ચોખ્ખી ના પાડી દેવા મા આવી અને સુબો ક્રોધે ભરાઈ ને બોલ્યો ” તો યુદ્ધ માટે તૈયાર રહેજો” અને બે દિવસની અવધી આપી ને ચાલ્યો ગયો. આબાજુ ચાવડાસર ના આહિરો વિચાર મા પડી ગયા કે આપણુ આ મોરબી બાદશાહ સુબો ની ફોજ સામુ આપનું શુ ગજુ હવે કરવું શું ?પછી બધા એ વાટાઘાટ શરૂ કરી અને અંતે બધાએ આહિર કુળની ઈજજત સાચવવા માટે નક્કી કરીયુ અને પહેલા ગામ ની તમામ ધન સંમપ્તી ભેગી કરી ને એક ઘટાદાર વુક્ષ નિચ્ચે દાટી દયે પછી ગામની તમામ બેનુ દિકરીયુ વહુઓ તેમજ નાના બાળકો ને આપણા હાથે જ મોત આપી દઇયે. પછી આપણે બધાએ મોરબી ના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડીલેવુ છે, બાકી આપણી ઈજ્જત નથી ખોવી.
સુબાએ આપેલ અવધી ને સમયે મોરબી નુ કટક ચાવડાસર ના પાધર મા આવી ચડીયુ. બુંગીયા ઢોલ વાગ્યા ને ધીગાણુ મડાણુ જેમા તમામ આહિરો એ ઈજ્જતને ખાતર પોતાના પ્રાણ હોમી દીધા. સુબા રાજી થયો એને એમ કે હવે મારી મરજી મુજબની સ્ત્રી ઓ સાથે લગન કરીશ, પણ ગામમા જઈ ને જોવે છે તો આખુ ગામ શાંત છે. એક એક ડેલી ખોલી ને જોવે છે તો નાના બાળકોને સ્ત્રી ઓની લાશો સિવાય કોઈ નથી દેખાતુ. ગામ આખુ ચિર નિંદ્રા મા પોઢી ગયુ છે, સીવાય પશુ પક્ષી ઓ.આ ચિત્ર જોઈને બાદશાહ નુ હદય દ્રવિ ઉઢીયુ ને એટલુ જ બોલ્યો – વાહ આહિરો વાહ આહિરો. તે પછી કયારે બાદશાહે આહિરો ઉપર કુળી નજર નથી કરી. પણ આ ગામ મા કોઈ રહેવા ન આવવાને કારણે આખુ ગામ ઉજડ અને વેરાણ બની ગયુ.
આ વાત ને વરસો વિતી ગયા.પછી એક વખત ની વાત છે તે સમય મા સામત લોખીલ સર્મુધ્ધ માણસ તે જરૂત મંદો ને પૈસાટકાની મદદ કરતા. એક દિવસ સામત લોખીલ પોતાના મિત્ર અરજણ ડાંગરને આપેલ મુળી લેવા જતા હતા ત્યારે ભુલ થી ચાવડાસર ના પધર મા આવી ચડીયા. રાત નો સમય એમાય પાછી કળી ચૌદશ સામત લોખીલ ને વિચાર આવ્યો કે, રાત વાસો આ ગામ મા કરીને સવારમા પસો મારગ ગોતીને આગળ વધીશ.ગામ મા કોઈ દેખાતુ નથી અટલે એક ડેલીએ જયને ડેલી ખખડાવી. અંદર થી એક સ્ત્રી પોતાના નાના બાળક સાથે આવે છેને ડેલી ખોલે છે. સામત લોખીલ ને આવકારો આપ્યો. ઓશરી મા ઢોલીયો ઢારી દિધો. પાણી આપીને ખબર અતંર પુછીયા. સામત લોખીલ કે, બેન હુ મારા મિત્ર ને ઘરે જતો હતો પણ રાત ના અંધારામાં મારગ ભુલી જવાથી આ ગામ આવી ગયો છુ. મારે રાત વાસો કરવો છે. બેન કહે વાંધો નહી ભાઈ આ તમારૂ જ ઘર સમજીને નિરાતે વારૂ પાણી કરીને ઉંઘી જજો.સામત લોખીલ વાળુ પાણી કરીને ઢોલીયે બેઠા પછી કે બેન આ મારી પાસે મુળી છે, તે અંદર સાચવીને મુકી દો સવારે મને પાછી આપજો. વાતુ કરતા કરતા આખા દિવસ ના થાક કારણે ઉંઘી ગયા. સવારે ઉઠી ને જુવે છે તો ત્યાં નથી ગામ કે નથી કોઈ ડેલી. પોતે જમીન ઉપર સુતા છે.
ઘડીક તો એમ થયુ કે સપનુ હસે, પણ પછી પાસો વિચાર આવ્યો કે ના સપનુ તો નથી જ કેમ કે મે આપેલ પૈસા નથી. કાયક તો ધટના બની છે.હી આમ વિચારીને આગળનો પ્રવાસ ચાલુ કરીયો. બપોરે નારાયણ ભાઈ ને ઘરે પહોચી ગયા, ત્યાં બપોરા કરીને બને ભાઈ બંધો વાતુએ ચડીયા પણ સામત લોખીલની ઉદાસી ને પારખીને નારણ ભાઈ બોલ્યા, ભાઈ આજ તારા ચેહરામા પહેલા જેવુ તેજ નથી. જે હોય તે મને કહે નહિતર તને મારા સમ છે.સામત લોખીલે બધી વાત કરી આવી ઘટના રસ્તા મા બની, અટલે નારણ ભાઈ કે ભાઈ ભગવાન મુરલીધરની ક્રુપા હસે અટલે જ તમે જીવતા છો, બાકી ત્યાં થી કોઈ જીવતુ પાછુ આવતુ નથી. ત્યા દર કાળીચોદશે ભુત નગરી બને છે. પછી સામત લોખીલ કહે તો મારી મુળીનુ શું જે મે એ બેનને સાચવવા આપેલ. નારણ ભાઈ કે તમારી મુળી તમને પાછી મળશે તેના માટે તમારે આવતી કાળીચૌદશ ની રાહ જોવી પડશે. જો તમારામા હિમત હોય તો આવતી કાળી ચૌદશે તે ગામમા જયને તમારી મુળી પાછી લય આવજો.પણ વરસ ને જતા કયા વાર લાગે છે આખરે એ દિવસ નજીક આવી ગયો. સામત લોખીલે ચાવડાસર જવાની તૈયારી કરી. મન મા ને મન મા બોલતા જતા હતા કે, આજ તો ભુતોને પડકારીને મારી મુળી પાછી નો લાવુ તો હુ આહિરના પેટ નો ન હોય.
આમ વિચાર માને વિચાર મા ચાવડાસર ગામ આવી ગયુ. બરોબર રાતનો સમય, જોયુ તો આખુ ગામ સોળેકળા એ ખીલી ઉઠીયુ હતુ. ગામ મા દાખલ થયા જે ધરે મુળી સાચવવા આપેલ તે ડેલીએ જયને ડેલી ખખડાવી તે જ બેને ડેલી ખોલી ને આવકારો આપ્યો.સામત લોખીલ કે બેન મે તમને મારી મૂડી સાચવવા આપેલ તે મને પાછી આપો હુ તે લેવા આવ્યો છુ. અટલે બેને પટારામા રાખેલ મુળી કાઢીને સામત લોખીલને આપી. આ બાજુ સામત લોખીલ ની મુડી મળી ગય, અટલે તે રાજી થતા થતા હાલતા થયા.પણ ગામની બે ત્રણ બેનુ દિકરીયુ એ સામત લોખીલ ના ઘોડા ની લગામ જાલીને ઉભા રાખ્યા કે, ભાઈ ઉભો રે તને ખબર હતી છતા તુ આ ગામમાં પાછો આવ્યો. હવે તારો જેવો વિર મરદ મુશાળો આ ગામમા આવતા કદાચ વરસો નિકળી જાયને કદાચ કોઈ ન પણ આવે અમરૂ એક કામ કર અમને આ ભુતળીયુ બની ભટકવુ નથી ગમતુ અમારો ઉધાર કર મારા વિહામા.સામત લોખીલ કે બેન હુ શુ તમારી મદદ કરૂ? અટલે ગામની સ્ત્રી ઓ કહે આ ગામના સિમાળે એક ઘટાદાર જાડ છે તેની નિચે ગામની મુળી દાટેલ છે. તે મુળી કાઢીને અહીંયા ભાગવત સપ્તાહ નુ આયોજન કર ને અમને પ્રેત માથી મુકત કરાવ. અમારી આત્મા ને સદગતી મળી જશે.સામત લોખીલે વચન આપ્યુ કે, હુ સારામાં સારા વિદ્ધવાનો દ્વારા અહી ભાગવત સપ્તાહ નુ આયોજન કરીશ અને ગામની તમામ મુળી તેમા તેમજ ગામના નવા વિકાસ માટે વાપરીશ. એટલુ જ નહી અને સૌવ થી પહેલા હુ આ ગામમા મારૂ મકાન બનાવીને રહેવા આવીશ.અને નક્કી કરેલ સમયે ભાગવત સપ્તાહ નુ આયોજન કરીને એક આહિર સામત લોખીલ આખા આહિરના ગામને પ્રેત માથી મુકત કરાવેલ.