Thursday, January 16, 2025
HomeGujaratહળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી

હળવદ ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા અનોખી રીતે હોળીની ઉજવણી

આજના હાઇટેક યુગમાં દરેક વ્યક્તિ પોતાનું કરતા હોય છે. ત્યારે એક કદમ સેવા કી ઓર હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ અને સેવાકીય પ્રવૃત્તિ હળવદ શહેરમાં કરવામાં આવી રહી છે. ત્યારે હળવદ ના સ્લમ વિસ્તારમાં હોળી પર્વ નિમિત્તે બાળકોને પિચકારી કલર ફુગા નું વિતરણ દાતાઓના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યું હતું. સ્લમ વિસ્તારના બાળકો પણ હોળી-ધુળેટીનો તહેવાર આનંદ, ઉલ્લાસથી ઉજવે એ આશયથી દાતા અલ્પેશભાઈ ભરવાડ દ્વારા બાળકોને નિશુલ્ક વિતરણ પિચકારી ,કલર અને ફુગા નું વિતરણ કરવામાં આવ્યું હતું.પિચકારી મળ્યા પછી નો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. હોળી એ હિંદુ ધર્મનો ધાર્મિક તહેવાર છે આ તહેવાર‌ નો વિશેષ મહિમા છે. નાના બાળકોએ ભગવાનનું રૂપ ગણાય છે અને આ બાળકોને ખુશ કરી ને દાતા અપ્પુભાઈ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે. આ પરોપકારી કાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા મળશે. આ તકે ગ્રુપના સભ્યો દ્વારા દાતા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

- Advertisement -
- Advertisement -

આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા માટે ગ્રુપ ના પ્રમુખ અજજુભાઇ ,ઉપપ્રમુખ ઘનશ્યામ બારોટ, સંજય માલી, ધર્મેન્દ્ર મહેતા સાહેબ, ઓવીસ પટેલ, જયદીપ અઘારા, ભરત ઠાકોર સાહેબ, સચિન ચૌહાણ શનિ ચૌહાણ, ઉત્સવ ઠક્કર ,સાગર સંધવી ,ઈમરાનભાઇ, એ આ પ્રોજેક્ટ ને સફળ બનાવ્યો હતો દાતા અલ્પેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!