Wednesday, December 25, 2024
HomeGujaratહળવદ નજીક અકસ્માતમાં મોરબીના આધેડનુ મોત:એક ઈજાગ્રસ્ત

હળવદ નજીક અકસ્માતમાં મોરબીના આધેડનુ મોત:એક ઈજાગ્રસ્ત

આ અકસ્માતની મળતી માહિતી અનુસાર મોરબી ના હાર્દિકભાઈ દિલીપભાઇ રાવલ (રહે.અક્ષરધામ પાર્ક ,નવલખી ફાટક પાસે,મોરબી) અને અશોકસિંહ ચુડાસમા (રહે.અક્ષરધામ પાર્ક,નવલખી ફાટક પાસે,મોરબી) બન્ને મિત્ર હોન્ડાસીટી કાર લઈને મૂળી તાલુકા ના રાણીપાટ ગામથી મોરબી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સરા નજીક  દાઢોડિયા ગામના પાટિયા પાસે અચાનક ગાય આડી ઉતરતા કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર થાંભલા સાથે અથડાઈ હતી.

- Advertisement -
- Advertisement -

જેથી કાર માં સવાર બન્ને મિત્રો ઇજાગ્રસ્ત થતા 108 મારફતે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં હાર્દિકભાઈ દિલીપભાઇ રાવલ ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર કારગત ન નિવડતા તેઓનું કમક્માટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અશોકસિંહ ચુડાસમાને પણ માથાના ભાગે ઇજાઓ થતા તેઓ હાલ સારવાર હેઠળ છે.આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસે તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી જઇ ને મૃતદેહના પી.એમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!