મોરબીના જાહેર રોડ રસ્તાઓ પર રખડતા આવારા તત્વો સામે મોરબી જીલ્લા પોલીસ વડા લાલ ઘુમ : રોમિયોગીરી કરતાં લુખ્ખો સામે કાર્યવાહી કરાઈ
મોરબી એસપી એસ આર ઓડેદરા,ડીવાયએસપી રાધિકા ભારાઈએ મોરબીમાં રખડતા આવરા તત્વો અને રોમિયોગીરી કરતા લુખ્ખાઓને પાઠ ભણાવવા આપેલી સુચનના અનુસંધાને એ ડિવિઝન પીઆઈ બી જી સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન બી ચુડાસમા સહિતની ટિમ અને બી ડિવિઝન ઈન્ચાર્જ પીઆઈ આઈ એમ કોંઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર બી ટાંપરિયાની સહિતની ટીમે પુલ પરથી ધૂમ સ્ટાઈલમાં આવતા જતા અને સ્ટંટ કરતા નબીરાઓને કાયદાના પાઠ ભણાવ્યા છે.
મોરબીના રાત્રીના પરિવાર સાથે નીકળતા લોકો વૃધ્ધો મહિલાઓને ભારે હાલાકીનો સામનો આવા લુખ્ખાઓને હિસાબે કરવો પડે છે ત્યારે મોરબીમાં લોકો નિર્ભય રીતે હરિ ફરી શકે એ માટે આવા લુખ્ખો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી અને નમ્બર પ્લેટ વિના ના,ધૂમ સ્ટાઈલ થી ચાલતાં તેમજ કાળા કાચ વાળી ગાડીઓ લઈને ફૂલ ટેપ વગાડી નીકળતા નબીરાઓની શાન ઠેકાણે લાવી દીધી હતી જેમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહીમાં 30 થી વધુ વાહનો ડિટેન અને અન્ય વાહનોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને આવારા તત્વો રોમિયોગીરી કરતા ઝડપાયા હતા તેના જાહેરમાં જ કાયદાનું ભાન કરાવ્યુ હતું.
મોરબી જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાએ જાતે આ વિસ્તારમાં નિરિક્ષણ કરી અને લોકોને પડતી હાલાકી વિશે ઝીણવટ ભરી માહિતી મેળવી હતી અને પુલ ના બન્ને છેડે એ ડિવિઝન અને બી ડિવિઝન ની ટીમને તૈનાત કરાવી આવા આવરા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી જેના પગલે મોરબી પોલીસે આજે રોમિયોગીરી કરતા તત્વો સામે લાલ આંખ કરી હતી.