Wednesday, December 25, 2024
HomeGujaratશુ પ્રદુષણ મામલે મોરબી જિલ્લો દિલ્લી બનવા જઈ રહ્યો છે ??અનેક વખત...

શુ પ્રદુષણ મામલે મોરબી જિલ્લો દિલ્લી બનવા જઈ રહ્યો છે ??અનેક વખત દંડ ફટકાર્યો હોવા છતાં પ્રદૂષણની સ્થિતિ જેસે થે ! વિશેષ અહેવાલ

મોરબીમાં પ્રદુષિત હવા શ્વાસમાં લઈને અનેક લોકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે ત્યારે ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા 600 કરોડના દંડ ની માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લેવામાં આવ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ દંડ ની 25% રકમ એટલે કે 150 કરોડ તાત્કાલિક ભરવા આદેશ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી આમ તો ઔદ્યોગિક નગરી કહેવાય છે અને અને મોરબીનું નામ ઉદ્યોગની બાબતમાં દેશ વિદેશ માં આગળ પડતું છે ત્યારે આ પ્રખ્યાતી ની કિંમત સામાન્ય માણસો મોરબીના લોકો ભોગવી રહ્યા છે.લોકોના સ્વાસ્થ્યની કિંમત ચૂકવી ને મોરબીને ઉદ્યોગ નગરી બનાવવાનું સપનું સેવતા ઉદ્યોગકારો ભૂલી ગયા છે કે તેમની સાથે તેમની ફેકટરી તેમની આવક ની સાથે મોરબીમાં લાખો લોકો પણ જીવે છે અને બંધારણ માં તેમને પણ ચોખ્ખી હવા લેવાનો હક્ક અપાયો છે.


આ સમગ્ર મામલે મોરબીના ઉદ્યોગપતિઓ તો ફેકટરીઓ થી દુર શહેર માં આવીને વસવાટ કરે છે પરંતુ આડેધડ પ્રદુષણ ઓકતી હજારો ફેકટરીઓ ની આજુબાજુના ગામોમાં લાખો લોકો શ્વાસમાં જતી પ્રદુષિત હવાને કારણે બીમારીઓનો ભોગ બની રહ્યા છે સાથે સાથે તેઓના ખેતરોમાં થતી ઉપજોમાં પણ આ પ્રદુષિત હવાની અસર ખરાબ પરિણામ આપી રહી છે જેથી તેઓ સ્વાસ્થ્યની બાબતમાં પણ આ ઔદ્યોગિક નગરી બનવાના સપનાની કિંમત ચુકવે છે અને ખેતી માં પણ ચૂકવે છે. ઉદ્યોગ ની સાથે દેશનો વિકાસ થાય છે એ વાત સાચી છે પણ એ વિકાસ ની સાથે આગામી સમયમાં વિનાશ આવે એવો અણઘડ વિકાસ નુકશાન કારક નીવડે છે .અને આ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ બોર્ડ પણ જાણે મોરબીમાંથી સંકેલા કરી ને બીજે ગામ જતું રહયી હોય એવો ઘાટ સર્જાયો છે કેમ કે મોરબી ના હળવદ ,માળીયા હાઇવે ,વાંકાનેર હાઇવે જે મુખ્ય હાઇવે છે ત્યાંથી ક્યારેક તો અધિકારીઓ તથા મંત્રીઓ નીકળતા હશે અને બેફામ પ્રદુષણ ઓકતી ચીમનીઓ રોડ પર પડેલ માટીના ઢગળાઓ તૂટેલ ટાઇલ્સ ના ઢગલા એમને દેખાતા નથી કે શું?આ ઢગલાંઓની ધૂળ વાહન ચાલકો ને આંધળા કરી મૂકે છે જેમાં અત્યાર સુધી અનેક લોકોના જીવ જઇ ચુક્યા છે.

અગાઉ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીરામીક ઉદ્યોગ ને 600 કરોડ નો દન્ડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ તેમાં પણ નોટિસ ફટકારી ને સંતોષ માની લેવાયો હોય એ રીતે નોટિસનો કોઈ મૂળ અર્થ જ સિદ્ધ થયો ન હતો કેમ કે નોટિસ એટલે કે દન્ડ ભરવાની જાણ અને એ નકકી સમય ગાળામાં દંડ ન ભરવામાં આવે તો આગળ ની કાર્યવાહી કરવામાં આવે પરંતુ થોડા દિવસો પહેલા જ 600 કરોડના દંડ પૈકી 150 કરોડ ભરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને આમ છતાં દન્ડ ભરાય પણ જાય તો તેનાથી પ્રદુષણ ચાલુ રાખવાની મંજૂરી નથી મળતી તેમ છતાં હાલમાં પણ મોરબીની પ્રજાના શ્વાસમાં હજુ પણ પ્રદુષિત હવા અને ધૂળ જઇ રહી છે.

કડક પગલાં ન લેવાના કારણો શુ? શું મોરબી ની પ્રજાને ચોખ્ખી હવા લેવાનો હક્ક નથી?બધા હક્ક ઉદ્યોગકારો ને જ લાગુ પડે છે? અને ગુજરાત પ્રદુષણ બોર્ડ મોરબીની કચેરી આ બાબતે શા માટે કોઈ પગલાં નથી લેતી ? આવા અનેક સવાલો ના જવાબ મોરબીના લોકો માંગી રહ્યા છે.

જો કે આ જ રીતે જો પ્રદુષણ થતું રહ્યું તો એક સમયે મોરબીને ઉદ્યોગનગરી માંથી પ્રદુષણ નગરી બનતા વાર નહિ લાગે હાલ બધા રૂપિયા કમાવવાની લ્હાય માં પ્રદુષણ ને નજર અંદાજ કરી રહ્યા છે પરંતુ આ જ પ્રદુષણ એક દિવસ મોરબી વાસીઓ માટે પ્રદૂષણ ના કોબ્રા સમાન બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.આ મમામલે ગુજરાત પોલ્યુશન બોર્ડ પણ સીરામીક એકમો પર ફક્ત કહેવા પૂરતી જ કાર્યવાહી કરતું હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે કડક કાર્યવાહી કરી આઇપીસી મુજબ જે તે પ્રદુષણ ઓકતા સીરામીક એકમના માલીક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તો પ્રદુષણ અટકાવવાના પ્રયત્નો સાર્થક નીવડે તેમ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!