શોભાયાત્રા માં ભૂદેવો ફરસી અને મૂગટો પહેરીને ઉમટી પડશે.
ભૂદેવોના આરાધ્ય દેવ એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામ જી નો પ્રાગટ્ય દિન એટલે કે અક્ષય તૃતીયા (અખાત્રીજ) તારીખ 3 મંગળવારના રોજ પરશુરામ જન્મ જયંતિ ની ભવ્ય ભવ્ય રીતે ઉજવણી કરવા સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે ભગવાન શ્રી પરશુરામ દાદાની શોભાયાત્રા ડીજે ના તાલ સાથે ભૂદેવો મૂગટો પહેરી ફરસી લય ને પરશુરામ દાદાની શોભાયાત્રા સમગ્ર શહેરમાં નીકળશે હળવદ પરશુરામ મંદિર થી લના ચોક થઈ સમગ્ર શહેરમાં ફરી શોભાયાત્રા હળવદ બ્રાહ્મણ ભોજન શાળા ખાતે આરતી પૂજા કરી મહા પ્રસાદની વ્યવસ્થા કરેલ છે, ભૂદેવોના આરાધ્યદેવ પરશુરામ જયંતીની ઉજવણી કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.