Wednesday, January 15, 2025
HomeGujaratહળવદ પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

હળવદ પંથકની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

હળવદના શીરોઈ ગામની સીમમા સગીરા પર કુકર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને પગલે કુકર્મ આચરનાર નરાધમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ટેકનોલજીનો ઉપયોગ કરી નરાધમને મધ્યપ્રદેશથી ઝડપી પાડયો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદના શીરોઈ ગામની સીમમા સગીરા પર કુકર્મ આચરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીચલા ભાભોરે સગીર પર બળજબની પુર્વક શીરોઈ ગામની સીમ નવઘણ જગા પંચાસરાની વાડીની ઓરડીમાં લઈ જઈ દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાતા એસપી રાહુલ ત્રિપાઠીએ દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડવા સૂચનાઓ આપી હતી.આથી હળવદ પોલીસ સ્ટાફે એક સ્પેશીયલ ટીમ બનાવી હતી. જે ટીમે આ નરાધમને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે ટેકનોલોજીની મદદથી નરાધમ જીતેન્દ્ર ઉર્ફે જીતેન મધ્યપ્રદેશ હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે એક ટીમ તાત્કલીક એમ.પી.મધ્યપ્રદેશ ખાતે મોકલી દુષ્કર્મ આચરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતેનને ગણતરીની કલાકમાં મધ્યપ્રદેશ ખાતેથી પકડી લાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!