મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા હસ્તે આ રથ ની વિકાસ યાત્રા શરૂ કરી આગામી દિવસોમાં આ વિકાસયાત્રા રથ ગામડે-ગામડે ફરી રાજ્યમાં છેલ્લા બે દાયકામાં થયેલ જન કલ્યાણના કાર્યોની ઝાંખી કરાવશે તથા આ તકે વિવિધ લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરાશે અને લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.
આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છેલ્લા બે દાયકામાં ગુજરાતે વિકાસના પથ પર ભરેલી છલાંગની યાત્રાને જનજન સુધી પહોચાડવા માટે સમગ્ર ગુજરાતમાં ‘વંદે ગુજરાત વિકાસયાત્રા’ના રથો તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન ગામે ગામ પરિભ્રમણ કરશે. જેના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદ માં વિકાસયાત્રા રથ આવ્યો ગામડે-ગામડે પરિભ્રમણ કરીને મોરબી જિલ્લા સહિત રાજ્યની ૨૦ વર્ષની વિકાસયાત્રાની આબેહુબ છબી લોકો સમક્ષ પ્રદર્શિત કરશે.
વંદે ગુજરાત રથના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ સિણોઝિયા, નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન અશ્વિનભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, ધમેન્દ્રસિહ ઝાલા, પ્રાત અધીકારી ઝાલા, હળવદ મામલતદાર એન.એસ.ભાટી . તાલુકા વિકાસ અધિકારી જી.બી.ચોધરી, આરએફો,સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા્ સાંસ્કૃતિક કાર્યક્રમો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં હળવદ નગરપાલિકાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી, આરોગ્ય શાખા દ્વારા અને આંગણવાડી દ્વારા વિવિધ ફલોટ્સ રજુ કર્યા હતા.